ગાંગુલીએ કહ્યું કે, વર્ષ 2011થી ભારત વિદેશમાં લગભગ તમામ મોટી સીરિઝ હાર્યું છે. તેનું કારણ ભારતની બેટ્સમેનોની ખરાબ બેટિંગ છે. ગાંગુલીએ કહ્યું કે, ભારતીય બેટ્સમેનોમાં આત્મવિશ્વાસની અછત જણાય છે. રહાણે હોય કે પૂજારા દરેક દબાણમાં રમી રહ્યા છે અને આ તમામે જલદીથી તેમની ખામી સુધારવી પડશે.
2/4
ગાંગુલીએ કહ્યું કે, માત્ર બેથીત્રણ બેટ્સમેનોને બાદ કરતાં બાકીના બેટ્સમેન કેમ નિષ્ફળ જઈ રહ્યા છે તેનો જવાબ સંજય બાંગર પાસેથી લેવો જોઈએ. આ ઉપરાંત મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની પણ જવાબદારી બનવી જોઈએ.
3/4
ઈંગ્લેન્ડ સામે શ્રેણી હાર બાદ ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ રવિ શાસ્ત્રીને આડે હાથ લીધા છે. તેમણે કહ્યું કે, આ હારની જવાબદારી નક્કી થવી જોઈએ. રવિ શાસ્ત્રીની સાથે સંજય બાંગરને પણ સવાલ જવાબ કરવાનો સમય આવી ગયો છે.
4/4
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટમાં હાર સાથે જ શ્રેણી ગુમાવી ચુકેલી ભારતીય ટીમના ચારેબાજુથી આલોચના થઈ રહી છે. ફેન્સની સાથે ક્રિકેટ દિગ્ગજો પણ ભારતીય ટીમના પ્રદર્શનથી નારાજ અને નિરાશ છે. સીરિઝમાં 3-1થી પાછળ રહ્યા બાદ ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી અને બેટિંગ કોચ સંજય બાંગર પર સતત સવાલ ઉઠી રહ્યા છે.