શોધખોળ કરો
ગૌતમ ગંભીરની ટીમ ઈંડિયામાં એંટ્રી, જયંત યાદવ નવો ચહેરો

નવી દિલ્લી: ન્યૂઝીલંડ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઈંડિયામાં ગૌતમ ગંભીરની બે વર્ષ બાદ વાપસી થઈ છે. બીજી ટેસ્ટ મેચ માટે ટીમમાં બે બદલાવ થયા છે. જેમાં ઈજાગ્રસ્ત બેટ્સમેન એલ રાહુલ અને ચિકનગુનિયાના કારણે પહેલી ટેસ્ટમાંથી બહાર થનારા બોલર ઈશાંત શર્માને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે. આ ખેલાડીઓની જગ્યાએ ગૌતમ ગંભીર અને ઓફ સ્પીનર જયંત યાદવને ટીમમાં જગ્યા મળી છે. જયંતને કોલકત્તા ટેસ્ટ માટે ટીમમાં જગ્યા મળી છે. કાનપુર ટેસ્ટની બીજી ઈનિંગમાં કે એલ રાહુલ બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ડાબી હેમસ્ટ્રીંગ ખેંચાઈ ગઈ હતી, જેના કારણે તેનાથી ફિલ્ડીંગ પણ નહોતી થઈ શકી. ગંભીરે હાલમાં જ પૂર્ણ થયેલી પિંક બોલ ટેસ્ટમાં દલિપ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમમાં જગ્યા બનાવી છે. દલુપ ટ્રોફીમાં પાંચ ઈનિંગમાં 71.20ની એવરેજથી 356 રન બનાવ્યા હતા. 34 વર્ષના ગંભીરે છેલ્લી ટેસ્ટ ઈંગ્લેંડ સામે 2014માં રમી હતી. જ્યાં ચાર ઈનિંગમાં તેણે 25 રન બનાવ્યા હતા. ટીમના કોચ અનિલ કુંબલે ગંભીરનું નામ આગળ કર્યુ હતું. ગંભીરે બેંગલુરૂના NCAમાં ફિટનેસ ટેસ્ટ પણ આપ્યો હતો. જ્યારે યાદવે ઓસ્ટ્રેલિયાનીએની સામે સરસ પ્રદર્શન કર્યુ હતું અને ચાર દિવસીય ટેસ્ટમાં 7 વિકેટ ઝડપી હતી.
વધુ વાંચો





















