શોધખોળ કરો
Advertisement
ICCના હોલ ઓફ ફેમમાં સામેલ થયો ભારતનો આ દિગ્ગજ ક્રિકેટર, છઠ્ઠા ભારતીયને મળ્યું આ સન્માન
સચિન પહેલા 2015માં અનિલ કુંબલેને આ સન્માન આપવામાં આવ્યું હતું.
નવી દિલ્હીઃ આઈસીસીએ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને ક્રિકેટના હોલ ઓફ ફેમમાં સ્થાન આપ્યું છે. હોલ ઓફ ફેમમાં સ્થાન મેળવનાર સચિન છઠ્ઠા ભારતીય ક્રિકેટર છે. સચિન પહેલા બિશન સિંહ બેદી, સુનીલ ગાવસકર, કપિલ દેવ, અનિલ કુંબલે અને રાહુલ દ્રવિડ હોલ ઓફ ફેમમાં સામેલ છે. અંદાજે 6 વર્ષ પહેલા સચિન તેંડુલકરે ક્રિકેટને અલવિદા કરી છે.
તેંડુલકરે રવિવારે રાતે લંડનમાં આયોજિત એક સમારોહમાં કહ્યું કે, ‘આ મારા માટે ઘણું મોટું સન્માન છે.’ ઉલ્લેખનીય છે કે, સચિનના નામે વન ડે અને ટેસ્ટ બન્ને ફોર્મેટમાં સૌથી વધુ રનોનો રેકોર્ડ છે. સચિને 200 ટેસ્ટ મેચોમાં 53.78ની એવરેજથી 15,921 રન બનાવ્યા છે. જેમાં 51 સેન્ચુરી સામેલ છે. જ્યારે 463 વનડેમાં 44.83ની સરેરાશથી 18,426 રન બનાવ્યા છે. જેમાં 49 સેન્ચુરી સામેલ છે. આમ તેંડુલકરે 100 સેન્ચુરી ફટકારનાર એકમાત્ર ખેલાડી છે.
સચિન પહેલા 2015માં અનિલ કુંબલેને આ સન્માન આપવામાં આવ્યું હતું. જ્યારે બિશન સિંહ બેદી અને સુનીલ ગાવસ્કરને 2009માં શરૂઆતી ‘આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમ’માં સામેલ કરવામાં આવ્યા હતા. આ સિવાય દિગ્ગજ કપિલ દેવને 2010માં આ સન્માન મળ્યું હતું. સચિન સાથે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઝડપી બોલર એલન ડોનાલ્ડને પણ આ સન્માન આપવામાં આવ્યું છે. ઉપરાંત ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર કેથરીન ફિટ્ઝપેટ્રિકને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવી છે. આ સાથે આ યાદીમાં સામેલ થનારા ખેલાડીઓની કુલ સંખ્યા 90 થઈ છે.Highest run-scorer in the history of Test cricket ✅ Highest run-scorer in the history of ODI cricket ✅ Scorer of 100 international centuries 💯
The term 'legend' doesn't do him justice. @sachin_rt is the latest inductee into the ICC Hall Of Fame.#ICCHallOfFame pic.twitter.com/AlXXlTP0g7 — ICC (@ICC) July 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion