Watch: ઓસ્ટ્રેલિયન શખ્સે એક કલાકમાં કર્યા 3182 પુશ-એપ્સ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
ઓસ્ટ્રેલિયાના એક એથ્લેટ ડેનિયલ સ્કેલીએ એથ્લીટ જારાડ યંગનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. જારાડે વર્ષ 2021માં 3,054 પુશ-અપ્સ કર્યા હતા.
![Watch: ઓસ્ટ્રેલિયન શખ્સે એક કલાકમાં કર્યા 3182 પુશ-એપ્સ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ guinness world records video: australian athlete Daniel scali performed 3182 push ups in an hour Watch: ઓસ્ટ્રેલિયન શખ્સે એક કલાકમાં કર્યા 3182 પુશ-એપ્સ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/19/6a4afffe9b54edfb9860d0f808ff567b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Push-Ups World Record: ઓસ્ટ્રેલિયાના (Australia) એક એથ્લેટે (Athlete) એક કલાકમાં સૌથી વધુ પુશ-અપ્સ (Push-ups) કરવાનો વર્લ્ડ રેકોર્ડ (World Record) બનાવ્યો છે. આની અધિકારિક જાહેરાત ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સે કરી છે. જાણકારી અનુસાર, ઓસ્ટ્રેલિયાના ડેનિયલ સ્કેલી (Daniel scali)એ એક કલાકમાં 3,182 પુશ-અપ્સ કરીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
ઓસ્ટ્રેલિયાના એક એથ્લેટ ડેનિયલ સ્કેલીએ એથ્લીટ જારાડ યંગનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. જારાડે વર્ષ 2021માં 3,054 પુશ-અપ્સ કર્યા હતા. પરંતુ આ વખતે સ્કેલીએ 128 પુશ-અપ્સ વધારે કરીને જારાડના વર્લ્ડ રેકોર્ડને તોડી નાંખ્યો છે. હવે તેને નવો કીર્તિમાન સ્થાપિત કરી દીધો છે. તેની આ સફળતાની ચર્ચા આખી દુનિયામાં થઇ રહી છે.
આસાન ન હતુ બાળપણ -
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડેનિયલ બતાવે છે કે તેનુ બાળપણ ખરાબ રીતે વીત્યુ હતુ, તેને અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેને બતાવ્યુ કે ઘણીવાર હૉસ્પીટલમાં ભરતી થવુ પડ્યુ હતુ, પરંતુ તેને ક્યારેય હાર ના માની.
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયન એથ્લેટે જે દરમિયાન વર્લ્ડ રેકોર્ડ તોડ્યો તેનો એક વીડિયો પણ સામે આ્વ્યો છે, ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સે પોતાની અધિકારિક યૂટ્યૂબ ચેનલ પર વીડિયોને પૉસ્ટ કર્યો છે. આ વીડિયોને યુટ્યૂબ પર 60 હજારથી વધુવાર જોવામાં આવી ચૂક્યો છે.
બીજો એક વર્લ્ડ રેકોર્ડ -
ઉલ્લેખનીય છે કે, એક કલામાં સૌથી વધુ પુશ-અપ્સ કરનારા ડેનિયલ સ્કેલી આ પહેલા બીજો એક વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂક્યો છે. તેને સૌથી લાંબા સુધી એબ્ડોમિલ પ્લેન્ક પૉઝિશન (Abdominal Plank Position) કરવાનો પણ રેકોર્ડ બનાવ્યો છે.
આ પણ વાંચો.....
અગ્નિપથ સ્કીમઃ 1 કરોડનો વીમો, કેન્ટિન સુવિધા, 30 દિવસની રજા, વાયુસેનાએ જાહેર કર્યુ ભરતી નૉટિફિકેશન
રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી? આ તારીખે દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ
Vehicle Astrology: આપની રાશિ મુજબ કારનો કલર કરો પસંદ, રહેશે શુભ
Post Office ની બેસ્ટ saving scheme, અહી રોકાણ કરવાથી વધુ મળશે રિટર્ન, પૈસા પણ રહેશે સુરક્ષિત
સુરતમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનો પર્દાફાશ, થાઈલેન્ડની 3 અને 1 ભારતીય છોકરીને પોલીસે છોડાવી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)