Post Office ની બેસ્ટ saving scheme, અહી રોકાણ કરવાથી વધુ મળશે રિટર્ન, પૈસા પણ રહેશે સુરક્ષિત
જ્યારે સામાન્ય માણસ નાણાંનું રોકાણ કરે છે, ત્યારે તે વળતર કરતાં સેફ્ટીને પ્રાથમિકતા આપે છે
Post Office Saving Scheme: જ્યારે સામાન્ય માણસ નાણાંનું રોકાણ કરે છે, ત્યારે તે વળતર કરતાં સેફ્ટીને પ્રાથમિકતા આપે છે. આવા લોકો માટે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ ઉચ્ચ વળતર અને સુરક્ષા બંને પુરી પાડે છે. જો તમે પણ તમારું અને તમારા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરવા માંગો છો, તો અમે તમને અહીં પોસ્ટ ઓફિસની શ્રેષ્ઠ યોજના વિશે જાણકારી આપવામાં આવી છે.
સેવિંગ્સ એકાઉન્ટ, ટાઈમ ડિપોઝિટ (TD) એકાઉન્ટથી લઈને SCSS, PPF, KVP, NSC, MIS અને સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ (SSY) પોસ્ટ ઓફિસમાં ખોલી શકાય છે.
માસિક આવક યોજના (MIS)
માસિક આવક યોજના (MIS) એ કેન્દ્રીય સંચાર મંત્રાલય હેઠળ ચાલતી એક રોકાણ યોજના છે. જો તમે મહત્વપૂર્ણ ખર્ચ માટે દર મહિને એક નિશ્ચિત રકમ ઇચ્છો તો પણ પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના તમારા માટે યોગ્ય વિકલ્પ છે. પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ (POMIS)માં 6.6 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. પોસ્ટ ઓફિસ MIS માં ઓછામાં ઓછા રૂ.1000 સાથે ખાતું ખોલાવી શકાય છે. આમાં તમારી મૂડી સલામત છે. ઉપરાંત, તે ડેટ ઇસ્ન્ટૂમેન્ટ્સ તુલનામાં વધુ સારું વળતર આપે છે.
સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS)
આ યોજનાની પાકતી મુદત 5 વર્ષ છે. SCSS પર વર્તમાન વ્યાજ દર વાર્ષિક 7.4 ટકા છે. આ ખાતામાં માત્ર એક જ વાર રોકાણ કરી શકાય છે, જેની રેન્જ ઓછામાં ઓછી રૂ. 1000 થી મહત્તમ રૂ. 15 લાખ સુધીની હોય છે. SCSS હેઠળ 60 વર્ષ અને તેથી વધુ ઉંમરની વ્યક્તિ દ્વારા ખાતું ખોલાવી શકાય છે.
5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ (RD)
RD પોસ્ટ ઓફિસમાં દર મહિને 100 રૂપિયાના ન્યૂનતમ ઇન્સ્ટોલેશન પર ખુલે છે. તેની પાકતી મુદત 5 વર્ષ છે. પોસ્ટ ઓફિસ RD પર વર્તમાન વ્યાજ દર વાર્ષિક 5.8% છે. 10 વર્ષથી વધુ ઉંમરના સગીર અને માનસિક વિકલાંગ વ્યક્તિના નામે સિંગલ અથવા સંયુક્ત રીતે ખાતું ખોલાવી શકાય છે. જો તે મહિનાની 15મી તારીખ પહેલા ખોલવામાં આવે છે, તો તમારું માસિક ઇન્સ્ટોલેશન દર મહિનાની 15મી તારીખ પહેલા તેમાં જમા કરાવવું જોઈએ.
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ (TD)
ટીડી પોસ્ટ ઓફિસમાં 1 વર્ષથી 5 વર્ષ સુધી ખોલી શકાય છે. ખાતું ઓછામાં ઓછા રૂ. 1000થી ખોલી શકાય છે, તેની કોઈ મહત્તમ મર્યાદા નથી. પોસ્ટ ઓફિસ ટીડી પર વર્તમાન વ્યાજ દર વાર્ષિક 5.5 ટકાથી 6.7 ટકા સુધીની છે.