શોધખોળ કરો
Advertisement
ભજ્જી અને તાહિર 'ઓલ્ડ વાઇન' જેવા છે, જેટલા જુના એટલા ધારદારઃ કેપ્ટન ધોની
ધોનીએ વધુમાં કહ્યું કે, કુલ મળીને અમારી બૉલિંગ સારી રહી, પણ જ્યારે અમે એક સારી ટીમ સામે સપાટ વિકેટ પર નાની બાઉન્ડ્રીની સાથે રમીશુ ત્યારે ખબર પડશે કે સૌથી સારો બૉલિંગ ક્રમ કયો હશે
નવી દિલ્હીઃ કોલકત્તા નાઇટરાઇડર્સ વિરુદ્ધ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઇ સુપર કિંગ્સે સાત વિકેટે જીત મેળવી લીધી, આ સાથે જ સીએસકે પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી ગયુ છે. જીત બાદ ધોનીએ પોતાના ખેલાડીઓને ટાંકીને કહ્યું કે અમારી ટીમના ખેલાડીને ઉંમર સાથે કંઇ જ લેવા દેવા નથી. ઉંમર માત્ર એક આંકડો છે.
મેચ બાદ ધોનીએ કહ્યું કે, હરભજન સિંહ અને ઇમરાન તાહિર જુની વાઇન જેવા છે, જેટલા પરિપક્વ થયા છે તેટલા ઘાતક બન્યા છે. ઉંમર તેમના જેવી છે. તેઓ વાઇનની જેમ સતત પરિપક્વ થઇ રહ્યાં છે. ભજ્જીએ જેટલી મેચો રમી છે દરેકમાં દમદાર પ્રદર્શન કર્યુ છે. મને જ્યારે પણ જરૂર પડી ત્યારે ઇમરાને મારા વિશ્વાસને સાચો ઠેરવ્યો છે. નોંધનીય છે કે, મેચમાં ભજ્જી અને તાહિરે 2-2 વિકેટ ઝડપી હતી.
ધોનીએ વધુમાં કહ્યું કે, કુલ મળીને અમારી બૉલિંગ સારી રહી, પણ જ્યારે અમે એક સારી ટીમ સામે સપાટ વિકેટ પર નાની બાઉન્ડ્રીની સાથે રમીશુ ત્યારે ખબર પડશે કે સૌથી સારો બૉલિંગ ક્રમ કયો હશે.Always a spicy hot Bhajji in the #AnbuDen! This time with a classic 4-0-15-2! #WhistlePodu #Yellove #CSKvsKKR ???????? pic.twitter.com/bLqeiHyBbG
— Chennai Super Kings (@ChennaiIPL) April 9, 2019
જોકે, ધોનીએ કોલકત્તા સામે મેચ જીત્યા બાદ ચેન્નાઇની પીચને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. તેને કહ્યું કે આ પીચ લૉ સ્કૉર પીચ છે.Lethal start and fiery middle overs set a superb platform for the #yellove brigade! #WhistlePodu #CSKvKKR ???????? pic.twitter.com/x29Uwqy5hW
— Chennai Super Kings (@ChennaiIPL) April 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement