શોધખોળ કરો
Advertisement
હાર્દિક પંડ્યાની તોફાની ઈનિંગ, 55 બોલમાં 20 સિક્સર સાથે ફટકારી આક્રમક સદી, જાણો વિગતે
મુંબઈમાં ઘરેલું ટી20 ટૂર્નામેન્ટમાં રમી રહેલા હાર્દિક પંડ્યાએ વધુ એક તોફાની ઈનિંગ રમતા સદી ફટકારી છે.
મુંબઈ: ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઈજાગ્રસ્ત થયા બાદ જે રીતે મેદાન પર વાપસી કરી છે, તે શાનદાર છે. મુંબઈમાં ઘરેલું ટી20 ટૂર્નામેન્ટમાં રમી રહેલા હાર્દિક પંડ્યાએ વધુ એક તોફાની ઈનિંગ રમતા સદી ફટકારી છે. આ દરમિયાન તેણે 158 રન બનાવ્યા, જેમાં 100થી વધુ રન માત્ર સિક્સ ફટકારી બનાવ્યા છે.
હાર્દિક પંડ્યાએ રિલાયન્સ વન ટીમ તરફતી રમતા બીપીસીએલ ટીમની સામે 55 બોલમાં 20 સિક્સર અને 6 ફોરની મદદથી નોટઆઉટ 158 રન બનાવ્યા હતા. આ દરમિયાન હાર્દિક પંડ્યાની સ્ટ્રાઈક રેટ 287.27 રહી હતી. સદી ફટકારી ત્યાં સુધી હાર્દિક પંડ્યાએ 39 બોલ રમ્યા હતા, જેમાં 14 સિક્સર અને 2 ફોર સામેલ હતી.
આ પહેલા મંગળવારે મુંબઈમાં રમાઈ રહેલા Dy પાટિલ ટી20 કપમાં હાર્દિક પંડ્યાએ ધમાકેદાર શતકીય ઈનિંગ રમી હતી. હાર્દિકે 39 બોલમાં 105 રનની વિસ્ફોટક ઈનિંગ રમી. આ ઑલરાઉન્ડરે રિલાયન્સ વન તરફથી CAG વિરુદ્ધ રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં આ ઈનિંગ રમી. તેની સ્ટ્રાઇક રેટ 269.23ની રહી હતી. હાર્દિક પંડ્યાએ માત્ર ચાર દિવસમાં બે શાનદાર સદી ફટકારતા બધાને ચોંકાવી દિધા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગાંધીનગર
ગુજરાત
ગાંધીનગર
Advertisement