HBD Sunil Chhetri: સર્વાધિક ગૉલ મામલે લિયૉનેલ મેસીનો પણ તોડી દીધો છે રેકોર્ડ, જાણો ભારતીય ફૂટબૉલ ટીમના કેપ્ટનની પાંચ મોટી ઉપલબ્ધિયો......
સુનીલ છેત્રી એકમાત્ર એવો ભારતીય ફૂટબૉલર છે જે ત્રણ અલગ અલગ મહાદ્વીપો - ઉત્તરીય અમેરિકા, એશિયા અને યૂરોપમાં રમ્યો છે
HBD Sunil Chhetri: આજે ભારતના મહાન ફૂટબૉલર સુનીલ છેત્રીનો જન્મ દિવસ છે, સુનીલ છેત્રી આજે પોતાનો 38મો જન્મદિવસ મનાવી રહ્યો છે. સુનીલ છેત્રી એકમાત્ર એવો ભારતીય ફૂટબૉલર છે જે ત્રણ અલગ અલગ મહાદ્વીપો - ઉત્તરીય અમેરિકા, એશિયા અને યૂરોપમાં રમ્યો છે. છેત્રીના નામે કોઇપણ ભારતીય ફૂટબૉલર દ્વારા સૌથી વધુ હેટ્રિક છે, અને તે વિયેતનામ, ચીની તાઇપે અને તાઝકિસ્તાન જેવી ટીમો વિરુદ્ધ સ્કૉર કરવામાં સફળ રહ્યો છે.
સુનીલ છેત્રીના જીવનની વાત કરીએ તો, તેનો જન્મ 3 ઓગસ્ટ, 1984ના દિવસે આંધ્રપ્રદેશના સિકન્દરાબાદમાં થયો હતો, આજે તે 38 વર્ષનો થઇ ચૂક્યો છે. છેત્રીએ 2017માં પૂનમ ભટ્ટાચાર્ય સાથે લગ્ન કરી લીધા હતા. સુનીલ છેત્રી બેંગ્લુરુ એફસીમાં અને ભારતની નેશનલ ટીમ સાથે જોડાયેલો છે.
સુનીલ છેત્રીના પિતા કેબી છેત્રી પણ પોતાના શરૂઆતી દિવસોમાં ફૂટબૉલ રમ્યા હતા, જ્યારે માં સુશીલાએ નેપાલની રાષ્ટ્રીય ફૂટબૉલ ટીમ માટે રમ્યુ હતુ. ખાસ વાત છે કે સુનીલ છેત્રી એક આર્મીમેનનો દીકરો હોવાના કારણે ભારતના અલગ અલગ ભાગોમાં ખુબ ફર્યો છે અને કેટલીય સ્કૂલો પણ બદલી છે, પરંતુ આ બધાની વચ્ચે તેને ફૂટબૉલ પ્રત્યેનુ ઝનૂન નથી બદલ્યુ. જાણો સુનીલ છેત્રીના પાંચ મોટો રેકોર્ડ, જે ખરેખર અદભૂત છે........
સુનીલ છેત્રીના શાનદાર રેકોર્ડ -
1- સુનીલ છેત્રીએ રેકોર્ડ છ વાર એઆઇએફએફ પ્લેયર ઓફ ધ ઇયરનો પુરસ્કાર જીત્યો છે. અખિલ ભારતીય ફૂટબૉલ મહાસંઘ પુરસ્કાર 1992માં શરૂ થયો અને ત્યારથી સુનીલ છેત્રીએ સૌથી વધુ વાર પુરસ્કાર જીત્યો છે.
2- સુનીલ છેત્રી દેશ માટે સૌથી વધુ ગૉલ કરનારો ખેલાડી છે. બ્લૂ ટાઇગર્સ માટે સુનીલ છેત્રીની પાસે 80 ગૉલની સાથે 125 કેપ છે.
3- સુનીલ છેત્રીને 13 નવેમ્બર 2021 એ રાષ્ટ્રપતિ કોવિંદ દ્વારા ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો. આ એક એવી ક્ષણ હતી જેને ભારતીય ફૂટબૉલ પ્રસંશક અને છેત્રી ખુદ જીવનભર યાદ રાખશે.
4- સુનીલ છેત્રી એકમાત્ર ફૂટબૉલર છે જે ત્રણ અલગ અલગ મહાદ્વીપો- ઉત્તરીય અમેરિકા, એશિયા અને યૂરોપમાં રમ્યો છે.
5- સુનીલ છેત્રીના નામે કોઇપણ ભારતીય ફૂટબૉલર દ્વારા સૌથી વધુ હેટ્રિક છે અને તે વિયેતનામ, ચીની તાઇપે અને તાઝિકિસ્તાન જેવી ટીમો વિરુદ્ધ સ્કૉર કરવામાં સફળ રહ્યો છે.
આ પણ વાંચો.........
India Corona Cases Today: બે દિવસની રાહત બાદ કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, મૃતકોની સંખ્યા પણ વધી
Edible Oil Price: ખાદ્યતેલના ભાવમાં થયો ઘટાડો, સોયાબીન-સરસવના ભાવ પણ ઘટ્યા?