શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયાના ક્યા સ્ટાર ક્રિકેટરે વિરાટને કહ્યું: મારે તને ડિનર પર લઈ જવાનો છે............
1/3

બ્રિસ્બેનઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બુધવારે ટી20 ક્રિકેટ સીરીઝની શરૂઆત થવા જઈ રહી છે. આ સીરીઝ શરૂ થતા પહેલા વિરાટ કોહલીને એક ખાસ ઇન્ટરવ્યૂ આપ્યો અને રસપ્રદ વાત એ છે કે આ ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાના મહાન વિકેટકિપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટ હતા. વિરાટ અને ગિલક્રિસ્ટની સાથે ઘણો સમય વિતાવ્યો અને બન્ને વચ્ચે અનેક મુદ્દે વાત થઈ.
2/3

એડમ ગિલક્રિસ્ટ ખુદ પણ વિરાટ કોહલીના દિવાના છે અને આ પહેલા પણ તે અનેક વખત આ મુદ્દે પોતાનો મત વ્યક્ત કરી ચૂક્યા છે. ફોક્સ ક્રિકેટે ભારતના ઓસ્ટ્રેલિયાના પ્રવાસની શરૂઆત પહેલા વિરાટનો એક ખાસ ઇન્ટરવ્યૂ કરવાનો નિર્ણય કર્યો અને તેના માટે જે વ્યક્તિની પસંદગી કરવામાં આવી તે એડમ ગિલક્રિસ્ટ હતા. ગિલક્રિસ્ટ દ્વારા લેવામાં આવેલ ખાસ ઇન્ટરવ્યૂ હાલમાં બધા સામે લાવવામાં આવ્યો નથી પરંતુ ગિલક્રિસ્ટે વિરાટની સાથે તસવીર પોસ્ટ કર્યા બાદ કેટલાક શબ્દ જરૂર લખ્યા છે.
Published at : 20 Nov 2018 12:29 PM (IST)
View More





















