શોધખોળ કરો
Advertisement
ICC એ પૂછ્યું- આ દાયકાનો શ્રેષ્ઠ કેપ્ટન કોણ ? મળ્યો આ જવાબ
આઈસીસીએ લખ્યુ, આ દાયકાનો તમારો પસંદગીનો કેપ્ટન કોણ છે તે અમને જણાવો. જેના પ્રત્યુતરમાં મોટાભાગના લોકોએ ધોનીનું નામ આપ્યું હતું.
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ ક્રિકેટ પ્રશંસકોને આ દાયકના સર્વશ્રેષ્ઠ કેપ્ટન પસંદ કરવાનું કહ્યું હતું. મોટાભાગના લોકોએ મહેન્દ્ર સિંહ ધોનીને દાયકાનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન ગણાવ્યો હતો. ધોનીએ 2014માં ટેસ્ટ અને 2017માં વન ડે ટીમની કેપ્ટનશિપ છોડી હતી.
ધોનીની કેપ્ટનશિપમાં ભારતે 2007માં ટી-20 વર્લ્ડકપ, 2011નો આઈસીસી વર્લ્ડકપ અને 2013મં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ઉપરાંત ભારતને ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન બનાવ્યું હતું. આઈસીસીએ લખ્યુ, આ દાયકાનો તમારો પસંદગીનો કેપ્ટન કોણ છે તે અમને જણાવો. જેના પ્રત્યુતરમાં મોટાભાગના લોકોએ ધોનીનું નામ આપ્યું હતું. થોડા દિવસો પહેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ દાયકાની શ્રેષ્ઠ ટીમ જાહેર કરી હતી અને તેના કેપ્ટન તરીકે ધોનીને પસંદ કર્યો હતો.
વન ડેમાં ધોનીનો દેખાવઃ મહેન્દ્ર સિંહ ધોની ભારત માટે અત્યાર સુધીમાં 350 વન ડે મેચમાં 50.57ની સરેરાશથી 10773 રન બનાવી ચુક્યો છે. જમાં 10 સદી અને 73 અડધી સદી સામેલ છે. વન ડેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 183 રન છે. વન ડેમાં તેણે 1 વિકેટ પણ ઝડપી છે. વન ડેમાં તેણે વિકેટપાછળ 444 શિકાર કર્યા છે. ટેસ્ટ મેચમાં પ્રદર્શનઃ મહેન્દ્ર સિંહ ધોનીએ 90 ટેસ્ટમાં 38.09ની સરેરાશથી 4876 રન બનાવ્યા છે. જેમાં 6 સદી અને 33 અડધી સદી સામેલ છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે. ટેસ્ટ મેચમાં તેણે વિકેટ પાછળ 294 શિકાર ઝડપ્યા છે. T-20માં ધોનીનો દેખાવઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 98 ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 37.60ની સરેરાશથી 1617 રન બનાવ્યા છે. જેમાં 2 અડધી સદી સામેલ છે. આ દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે. ટી-20માં 91 શિકાર પકડયા છે. બિન સચિવાલય પેપરલીક મામલોઃ દાણીલીમડાની એમ.એસ.પબ્લિક સ્કૂલ ક્યારથી છે કાર્યરત ? કોના પરથી પડ્યું છે નામ, જાણો વિગત રશ્મિ દેસાઈને લઈ થયો ખુલાસો, આ કારણે નંદીશ સંધૂ સાથે લીધા હતા છૂટાછેડા, જાણો વિગત BCCI બોસ ગાંગુલીની ‘દાદાગીરી’, બુમરાહને રણજી ટ્રોફીમાં રમતો અટકાવ્યો, જાણો વિગતTell us who your favourite captain of the decade is.
Go ???? — ICC (@ICC) December 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion