શોધખોળ કરો
Advertisement
BCCI બોસ ગાંગુલીની ‘દાદાગીરી’, બુમરાહને રણજી ટ્રોફીમાં રમતો અટકાવ્યો, જાણો વિગત
બુમરાહ સ્ટ્રેસ ફ્રેક્ચરના કારણે લાંબા સમયથી બહાર હતો અને થોડા દિવસો પહેલા જ શ્રીલંકા તથા ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
સુરતઃ ભારતનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ગુજરાત અને કેરળ વચ્ચે રમાનારી રણજી ટ્રોફી મેચમાં રમી રહ્યો નથી. ગુજરાત તરફથી રમીને બુમરાહ તેની ફિટનેસ ચેક કરવા માંગતો હતો. સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં રણજી મેચ રમીને બુમરાહ ફિટનેસ સાબિત કરવા માંગતો હતો.
પરંતુ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ તેને રણજી ટ્રોફી મેચ રમવાની ના પાડી છે અને એક અધિકારીએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી. બુમરાહ સ્ટ્રેસ ફ્રેક્ચરના કારણે લાંબા સમયથી બહાર હતો અને થોડા દિવસો પહેલા જ શ્રીલંકા તથા ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટે ગુજરાતની ટીમને નિર્દેશ આપ્યો હતો કે બુમરાહ ઈજામાંથી મુક્ત થઈ રહ્યો છે તેથી તેને એક દિવસમાં માત્ર ચારથી આઠ જ ઓવર નંખાવવામાં આવે. જે બાદ ગુજરાત રણજી ટીમના મેનેજમેન્ટે પસંદગીકર્તાને કહ્યું કે, જે બોલર પાસે દિવસમાં મહત્તમ આઠથી દસ ઓવર જ કરાવવામાં તેને રમાડીને શું ફાયદો. ગાંગુલીએ બુમરાહની વાપસીને રોકતા આરામ કરવાની સલાહ આપી હતી.
બિન સચિવાલય પેપરલીક મામલોઃ જાણો કેવી રીતે લીક કરવામાં આવ્યું પેપર?
સૂર્ય ગ્રહણની થઈ શરૂઆત, દુબઈ, અમદાવાદ સહિત દેશમાં જોવા મળ્યો અદભુત નજારો
અમદાવાદઃ કાંકરિયા કાર્નિવલ 2019નો શુભારંભ, જુઓ તસવીરો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement