શોધખોળ કરો

બિન સચિવાલય પેપરલીક મામલોઃ દાણીલીમડાની એમ.એસ.પબ્લિક સ્કૂલ ક્યારથી છે કાર્યરત ? કોના પરથી પડ્યું છે નામ, જાણો વિગત

સ્કૂલ સંચાલકો દ્વારા આખું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ સ્કૂલ સામે તપાસ ચાલુ કરવામાં આવી છે.

અમદાવાદઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા પેપરલીક થઈ જવાના કારણે  થોડા દિવસો પહેલા રદ કરી દેવામાં આવી હતી. આ મુદ્દે બુધવારે સાંજે મયંકસિંહ ચાવડા, રેંજ આઈજી, ગાંધીનગરે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપતાં જણાવ્યું કે, 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. દાણીલીમડાની એમ.એસ.પબ્લિક સ્કૂલમાંથી પેપર ફૂટ્યું હતું. કૌભાંડમાં સ્કૂલ સંચાલકોની સંડોવણી વોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા પેપરલીક કરવામાં આવ્યું હતું. દાણીલીમડાની એક સ્કૂલના પ્રિન્સિપાલ વિજયસિંહ વાઘેલાની આમાં સંડોવણી હતી. સ્કૂલ સંચાલકો દ્વારા આખું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ સ્કૂલ સામે તપાસ ચાલુ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા ફખરુદ્દીન નામના શખ્સે પેપરના ફોટોઝ પાડ્યા હતા. જ્યારે લખવિંદર સિંહ નામનો આરોપી કોંગ્રેસનો કાર્યકર છે. કોના પરથી રાખવામાં આવ્યું સ્કૂલનું નામ દાણીલીમડામાં આવેલી એમ.એસ. સ્કૂલ નવાબ ખાન અબ્બાસ ખાન ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ સંચાલિત છે. 2004થી આ સ્કૂલ કાર્યરત છે. જેમાં કે.જીથી લઈ ધોરણ 12 સુધી અભ્યાસ ચાલે છે. મહેબૂબ ખાન પઠાણ અને શરીફખાન પઠાણ નામના બંન્ને ભાઈઓ એમ.એસ. સ્કૂલનાં મુખ્ય ટ્રસ્ટી છે. મહેબૂબ અને શરીફખાનનાં નામ પરથી એમ.એસ પબ્લિક સ્કૂલ નામ રાખવામાં આવ્યું છે. આરોપીના નામ-સરનામાની વિગત
  1. પ્રવીણદાન શિવદાન ગઢવી, રહે. સાઇનસુપર, વંદેમાતરમ, ગોતા, અમદાવાદ. (જે પંચાસર ગામ, તા. સંખેશ્વર ખાતે તલાટી કમ મંત્રી તરીકે નોકરી કરે છે, વોન્ટેડ)
  2. મહમદ ફારૂક અબ્દુલ વહાબ કુરેશી. રહે. ચિરાગપાર્ક, નારોલ રોડ, દાણીલીમડા, અમદાવાદ (ભરતી પ્રક્રિયા દરમિયાન એમ.એસ.સ્કૂલના સ્થળ સંચાલક તરીકે નિમણૂંક હતી.)
  3. વિજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા. રહે. બી-3/96, નવી રાયખડ પોલીસ લાઇન, અમદાવાદ (એમ.એસ.સ્કૂલના આચાર્ય)
  4. ફરરુદ્દીન હૈદરભાઈ ઘડિયાળી, રહે. બી-1, 203 બુરહાની પાર્ક, કેનાલ રોડ, વટવા, અમદાવાદ (એમ.એસ.સ્કૂલના શિક્ષક, ભરતી પ્રક્રિયા દરમિયાન એમ.એસ.સ્કુલમાં સુપરવાઇઝર તરીકે નિમણૂક)
  5. દિપકભાઈ પીરાભાઈ ઉર્ફે પરેશભાઈ રાજાભાઈ જોષી. રહે. દુલારી એપાર્ટમેન્ટ, બીજો માળ, કરમસદ, આણંદ
  6. લખવીરદરસિંહ ગુરનામસિંહ સીધુ, રહે. ઈ-108, એએમટીએસ સ્ટાફ ક્વાટર્સ, જમાલપુર દરવાજા બહાર, બહેરામપુરા, અમદાવાદ
  7. રામભાઈ નરેશભાઈ ગઢવી, રહે. પાલીતાણા, અખાડા વિસ્તાર, ચારણનિવાસી, ભાવનગર
SIT દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન પેપર લીક કરનારા વ્યક્તિ દિપક જોષી હોવાનું જાણવા મળ્યું હતું. તેની પૂછપરછ કરતાં પ્રવીણદાન ગઢવીએ પેપર મોકલ્યું હોવાનું જણાવ્યું હતું. આ માટે તેણે દાણીલીમડામાં આવેલી એમ.એસ.પબ્લીક સ્કૂલના સંચાલક ફારૂકભાઈ અને સ્કૂલના આચાર્ય વિજેન્દ્રસિંહ વાઘેલાનો સંપર્ક કર્યો હતો. પરીક્ષાના દિવસે સવારે રૂબરૂ જઈ પોતાના મોબાઈલમાં ફોટા પાડી મોકલ્યા હોવાનું જણાવ્યું હતું. આ પછી પ્રવીણદાન ગઢવીએ પાલીતાણાં રહેતા તેના સાળા રામભાઈ ગઢવીનો સંપર્ક કરવા જણાવ્યું હતું. દિપક જોષી રામભાઈને મળતાં તેમણે તેના બંને મોબાઇલ ફોન લઈ લીધા હતા અને પોલીસ સમક્ષ હાજર નહીં થવા સમજાવી તેના બંને ફોન લઈને નીકળી ગયા હતા. તમામ આરોપીઓ એકબીજાના સંપર્કમાં હોવાથી કાવતરાના ભાગરૂપે પ્રવીણદાન ગઢવી 16 નવેમ્બર, 2019ના રોજ દાણીલીમડા ખાતે આવેલી એમ.એસ.પબ્લીક સ્કૂલમાં ગયો હતો અને સ્કૂલ સંચાલક ફારુકભાઈ તથા આચાર્ય વિજેન્દ્રસિંહ વાઘેલાનો સંપર્ક કર્યો હતો. સ્કૂલના આચાર્ય વિજેન્દ્રસિંહ વાઘેલા પોતે પણ બિન સચિવાલય કલાર્કની પરીક્ષા આપવાના હોવાથી રજા પર હતા. ફારુકભાઈના હુકમથી તેમણે પ્રવીણદાન ગઢવીને શાળામાં પ્રવેશ આપી, ટ્રસ્ટીની ઓફિસની બાજુની ઓફિસમાં બેસાડ્યા હતા. જ્યાં વિજેન્દ્રસિંહે એમ.એસ.સ્કૂલના શિક્ષક ફકરુદ્દીન હૈદરભાઈ ઘડિયારી (પરીક્ષાના દિવસે સ્કૂલમાં સુપરવાઇઝર તરીકે નિમણૂક હતી)ને બોલાવી ટ્રસ્ટીની ઓફિસમાં પડેલા સીલબંધ પેપરોમાંથી એક પેપર કાઢી પ્રવીણદાન ગઢવીને આપવા જણાવ્યું હતું. જેથી ફકરુદીન હૈદરભાઈ ઘડિયારી ટ્રસ્ટીની ઓફિસમાં ગયા અને ત્યાં પડેલ સીલબંધ પેપરના બેંડલ પૈકી બંડલને કટરની મદદથી ખોલીને તેમાંથી એક પેપર કાઢી બાડુની ઓફિસમાં બેઠેલા પ્રવીણદાનને આપ્યું હતું. આ પછી પ્રવીણદાન અને ફકરુદ્દીને સાથે મળી મોબાઇલમાં પેપરના ફોટા પાડી લઈને ફરી પેપરને ફકરુદ્દીને બંડલમાં મુકી દીધા અને ટ્રસ્ટીની ઓફિસમાંથી નીકળી ગયા હતા. આ દરમિયાન વિજેન્દ્રસિંહ પણ પરીક્ષા આપવા નીકળી ગયા હતા. પ્રવીણદાન એમ.એસ.સ્કૂલેથી નીકળીને સીધા ગુજરાત યુનિવર્સિટી પાસે આવ્યા. જ્યાં લખવીદરસિંગ ગુરુનામસિંગ સીધુ હાજર હતા અને પેપર મેળવવા માટે પ્રવીણદાન સાથે સંપર્કમાં હોવાથી રામભાઈ ગઢવીને તથા અન્ય વ્યક્તિઓ અને પરીક્ષાર્થીઓને મોબાઇલ ફોન મારફતે પેપરની વિગતો પહોંચાડી હતી. રશ્મિ દેસાઈને લઈ થયો ખુલાસો, આ કારણે નંદીશ સંધૂ સાથે લીધા હતા છૂટાછેડા, જાણો વિગત BCCI બોસ ગાંગુલીની ‘દાદાગીરી’, બુમરાહને રણજી ટ્રોફીમાં રમતો અટકાવ્યો, જાણો વિગત અમદાવાદ સહિત દેશમાં જોવા મળ્યો સૂર્યગ્રહણનો અદભુત નજારો, પીએમ મોદીએ પણ નીહાળ્યું
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kankaria Carnival 2024 : કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ,  મનમોહન સિંહના નિધનને લઈ AMCનો નિર્ણયManmohan Singh Death : PM મોદી અને અમિત શાહે પૂર્વ PM મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિManmohan Singh passes away: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોકGujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં બરબાદીનું માવઠું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો
Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
Fact Check: ડૉ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નામે ફિલ્મની ક્લિપનો વીડિયો વાયરલ
Fact Check: ડૉ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નામે ફિલ્મની ક્લિપનો વીડિયો વાયરલ
Embed widget