શોધખોળ કરો
Advertisement
જાડેજાએ ખોલ્યા ટીમના અનેક રહસ્યો, આ સ્ટાર ખેલાડીને ગણાવ્યો સૌથી ખરાબ ડાન્સર
જાડેજાના મતે ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા કોફી પીધા વગર કશું કરતો નથી અને તે હંમેશા મોડેથી બસ પકડે છે.
નવી દિલ્હીઃ આજથી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની શરૂઆત થવા જઈ રહી છે. આ પહેલા ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ બુધવારે આઈસીસી સાથે વાતચીતમાં ટીમ ઇન્ડિયાના અનેક રહસ્ય ખોલ્યા હતા. જાડેજાએ કહ્યું કે, કેપ્ટન વિરાટ કોહલી ગીત ગાવા માટે સૌથી પહેલા માઈક પકડે છે. જ્યારે ધોનીને સૌથી ખરાબ ડાન્સર ગણાવ્યો હતો.
જાડેજાએ કહ્યું હતું કે, શિખર ધવનને સેલ્ફી લેવાનું સૌથી વધારે પસંદ છે. જ્યારે તેને પુછવામાં આવ્યું કે તેની ટીમનો કયો સાથી રોમાન્ટિક કોમેડી જોવાનું પસંદ કરે છે. તેની ઉપર જાડેજાએ જસપ્રીત બુમરાહનું નામ લીધું હતું. આ સિવાય જાડેજાએ કહ્યું હતું કે ચહલ સવારે-સવારે મોં ફુલાવીને રહે છે.
જાડેજાના મતે ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા કોફી પીધા વગર કશું કરતો નથી અને તે હંમેશા મોડેથી બસ પકડે છે. જ્યારે કેપ્ટન કોહલી હંમેશા જિમમાં હોય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement