શોધખોળ કરો
Advertisement
ઈંગ્લેન્ડના ક્રિકેટર બેન સ્ટોક્સને ICC એ કેમ ફટકાર્યો તોતિંગ દંડ, જાણો શું છે મામલો
મેચના પ્રથમ દિવસ શુક્રવારે ‘ક્રિકેટર ઓફ ધ યર જાહેર’ થયેલો ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર માત્ર બે રન બનાવી આઉટ થયો હતો. જે બાદ પેવેલિયનમાં પરત ફરતી વખતે પ્રેક્ષકે તેની મજાક ઉડાવી હતી. જેનાથી અકળાયેલા સ્ટોક્સે તેને ગાળ આપી હતી.
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરિઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ વાંડરર્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચના પ્રથમ દિવસ શુક્રવારે ‘ક્રિકેટર ઓફ ધ યર જાહેર’ થયેલો ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર માત્ર બે રન બનાવી આઉટ થયો હતો. જે બાદ પેવેલિયનમાં પરત ફરતી વખતે પ્રેક્ષકે તેની મજાક ઉડાવી હતી. જેનાથી અકળાયેલા સ્ટોક્સે તેને ગાળ આપી હતી.
કેટલી થઈ સજા
બેન સ્ટોક્સની આ હરકતના કારણે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે તેને મેચ ફીનો 15% દંડ અને એક ડીમેરિટ પોઇન્ટ આપ્યો હતો. આઈસીસીની આચાર સંહિતા મુજબ આ લેવલ વનનો અપરાધ છે. જેના કારણે તેને આ સજા આપવામાં આવી છે. ઈંગ્લેન્ડના મીડિયા મેનેડર ડેની રોબિનના કહેવા પ્રમાણે, ઈંગ્લેન્ડના ખેલાડી આનો કોઈ જવાબ નહીં આપે.
શું છે મામલો જોહાનિસબર્ગમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં બેન સ્ટોક્સ માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જે બાદ નિરાશ થઈને ડ્રેસિંગ રૂમ તરફ આવતો હતો ત્યારે એક દર્શકે બેન સ્ટોક્સને કઇંક કહ્યું. જે બાદ ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડરે ગુસ્સામાં આવી તેને ગાળ આપી હતી. મેચ નિહાળી રહેલા ક્રિકેટ પ્રેમીએ બેન સ્ટોક્સની તુલના પોપ સિંગર એડ શીરન સાથે કરી હતી. જેના કારણે તે ભડક્યો અને ગુસ્સામાં પ્રશંસકને કહ્યું, તારે જે પણ કહેવું હોય તે મેદાનની બહાર મારી પાસે આવીને....... મેચના લાઇવ ટેલિકાસ્ટ દરમિયાન બેન સ્ટોક્સની વાત સમગ્ર વિશ્વએ સાંભળી. જે બાદ સ્ટોક્સે ટ્વિટર પર તેના વર્તન માટે માફી માંગી છે.International Cricket Council (ICC): English cricketer Ben Stokes has been fined 15% of his match fee and handed one demerit point after being found guilty of breaching the ICC Code of Conduct for using obscene language on day one of the Johannesburg Test. (file pic) pic.twitter.com/Yb5xlpdTmC
— ANI (@ANI) January 25, 2020
— Ben Stokes (@benstokes38) January 24, 2020સ્ટોક્સે લખ્યું, હું મારી અભદ્ર ભાષા માટે માફી માંગુ છું. જ્યારે હું આઉટ થઈને પરત ફરી રહ્યો હતો ત્યારે દર્શકોએ મારા માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. હું માનું છું કે જે રીતે મેં રિએક્ટ કર્યું તે અવ્યવહારું હતો અને આ માટે હું માફી માંગુ છું. મારી ભાષા માટે હું વિશ્વભરના યુવા ફેંસની માફી માંગુ છું. EVM પર કમળનું બટન એટલું જોરથી દબાવો કે તેના કરંટથી 8 ફેબ્રુઆરીની સાંજે જ શાહીનબાગ વાળા ઉઠીને જતા રહેઃ અમિત શાહ શું ઐશ્વર્યા રાય ફરીથી પ્રૅગ્નન્ટ છે ? અભિષેક બચ્ચનનું ટ્વિટ થઈ રહ્યું છે વાયરલ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement