શોધખોળ કરો
Advertisement
EVM પર કમળનું બટન એટલું જોરથી દબાવો કે તેના કરંટથી 8 ફેબ્રુઆરીની સાંજે જ શાહીનબાગ વાળા ઉઠીને જતા રહેઃ અમિત શાહ
અમિત શાહે જવાહર લાલ નેહરુ સ્ટેડિયમમાં જીત કી ગૂંજ કાર્યક્રમમાં લોકોને સંબોધન કર્યું.
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પ્રચાર અભિયાન વેગ પકડી રહ્યું છે. આજે ગૃહમંત્રી અમિત શાહે જવાહર લાલ નેહરુ સ્ટેડિયમમાં જીત કી ગૂંજ કાર્યક્રમમાં લોકોને સંબોધન કર્યું હતું. શાહે કહ્યું, આજે તમારો જે ઉત્સાહ છે તે દર્શાવી રહ્યો છે કે 2014માં પણ તમે નરેન્દ્ર મોદી સાથે હતા, 2019માં પણ હતા અને 2020માં પણ મોદી સાથે છો. દિલ્હી માટે સમર્પિત ભાવથી કામ કરવાનો તમારો ઉત્સાહ જોઈને મને વિશ્વાસ છે કે દિલ્હીમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે.
અમિત શાહે કહ્યું, આજે હું તમને કહેવા માગુ છું કે દિલ્હીની જનતાને કેજરીવાલ કઈ રીતે ગુમરાહ કરી રહ્યા છે. હું કંઈ પણ બોલું તો તરત જ ટ્વિટ કરી દે છે. આજકાલ તેઓ દિલ્હી કરતાં મારું નામ વધારે લે છે. કેજરીવાલે વાયદો કર્યો હતો કે ઘરોમાં પાઈપ લાઈનથી શુદ્ધ પાણી આપીશું, પરંતુ બીઆઈએસ સર્વેમાં સ્પષ્ટ થયું છે કે 21 શહેરોમાં સૌથી ગંદુ પાણી દિલ્હીની જનતાને કેજરીવાલ આપી રહ્યા છે. દિલ્હીનું જળ બોર્ડ ફાયદો કરી રહ્યું હતું, આજે તે ખોટમાં છે.
ચૂંટણી ગમે તે હોય પરંતુ જ્યારે અમારા સાઇબર યોદ્ધાએ કમાન સંભાળી છે તો જીત નરેન્દ્ર મોદીની થઈ છે. તેમણે એમ પણ કહ્યું, EVM પર કમળનું બટલ એટલું જોરથી દબાવો કે તેના કરંટથી 8 ફેબ્રુઆરીની સાંજે જ શાહીનબાગ વાળા ઉઠીને જતા રહે.CM Arvind Kejriwal won 2015 Delhi Assembly polls by "misleading people", but this time he will fail: Home Minister Amit Shah
— Press Trust of India (@PTI_News) January 25, 2020
તમામ 70 બેઠકો પર એક જ તબક્કામાં વોટિંગ દિલ્હી વિધાનસભાની 70 સીટો પર 8 ફેબ્રુઆરીએ વોટિંગ થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. દિલ્હીમાં 2689 સ્થળો પર મતદાન થશે અને આ માટે 13,750 મતદાન મથકો ઉભા કરવામાં આવશે. 1 કરોડ 46 લાખ લાકો મતદાન કરશે. 90 હજાર કર્મચારીઓ મતદાન પ્રક્રિયામાં જોડાશે.દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પોલિંગ સ્ટેશન પર મોબાઇલ ફોન માટે લોકરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. 2015માં ભાજપને મળી હતી માત્ર 3 બેઠક ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 સીટો જીતી હતી, જ્યારે ભાજપ માત્ર ત્રણ સીટ જ જીતી શક્યું હતું. 15 વર્ષ સુધી દિલ્હીમાં સત્તામાં રહેલી કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી. 2015 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 54 ટકા, બીજેપીને 32 ટકા અને કોંગ્રેસને 10 ટકા વોટ મળ્યા હતા. લોકસભામાં ભાજપે મારી બાજી 2019ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપે તમામ સાત સીટો પર વિજય મેળવ્યો હતો. 2019 લોકસભા ચૂંટણીમાં મળેલા વોટ શેરના આધારે ભાજપને 65 અને કોંગ્રેસને 5 સીટ મળી શકે છે. આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થતાં નજરે પડે છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને 56 ટકા, કોંગ્રેસને 22.5 ટકા અને આમ આદમી પાર્ટીને 18.1 ટકા વોટ મળ્યા હતા. પ્રજાસત્તાક દિવસ પર ભારતના મુખ્ય મહેમાન જેયર બોલસોનારો કોણ છે ? જાણો વિગતે INDvNZ: બીજી T-20 પહેલા ન્યૂઝીલેન્ડના આ બોલરે કર્યો હુંકાર, કહ્યું- ભારત સામે....... ચાલુ મેચ દરમિયાન ઈંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટરે ગુમાવ્યો પિત્તો, ફેન્સને આપી ગાળ, જાણો વિગતેUnion Home Minister Amit Shah at 'Jeet Ki Goonj' program in Delhi: Kamal ka button (on EVM) itni zor se dabana ki uss button ke current se hi 8th Feb ki shaam ko hi Shaheen Bagh wale uth kar chale jaayen. #DelhiElections2020 https://t.co/Ck7CDFSINo
— ANI (@ANI) January 25, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
દુનિયા
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion