શોધખોળ કરો
Advertisement
ICC T20 વર્લ્ડ કપ 2020નું આખું શેડ્યૂલ જાહેર, આ 4 નવી ટીમોને મળી વર્લ્ડ કપની ટિકિટ
CC T20 World Cup ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ પૂરી થઈ ગઈ છે, જેમાં નેધરલેન્ડ ચેમ્પિયન થયું છે.
નવી દિલ્હીઃ આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનાર ICC T20 World Cup 2020નો સમગ્ર શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યો છે. 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી રમાનાર આ ટૂર્નામેન્ટમાં કુલ 16 ટીમો ભાગ લઇ રહી છે. 16માંથી 10 ટીમોને સીધો પ્રવેશ આપવામાં આવ્યો છે. બાકી બચેલ છ ટીમોએ ક્વૉલિફાઇંગ ટૂર્નામેન્ટ રમીને ટી-20 વર્લ્ડ કપ 2020માં જગ્યા બનાવી છે.
ICC T20 World Cup ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ પૂરી થઈ ગઈ છે, જેમાં નેધરલેન્ડ ચેમ્પિયન થયું છે. નેધરલેન્ડ્સે પાપુઆ ન્યુ ગિનીને સાત વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. નેધરલેન્ડ અને પપુઆ ન્યુ ગિનીએ આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે ક્વોલિફાય કર્યું છે.
ભારતીય ટીમ અને પાકિસ્તાન સહિત આઠ ટીમોને ટી-20 વર્લ્ડ કપના સુપર-12માં સીધી જગ્યા આપવામાં આવી છે. જેમાં ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દ.આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, વેસ્ટઇન્ડીઝ અને અફઘાનિસ્તાન સામેલ છે. શ્રીલંકા સહિત બાકીની આઠ ટીમો ટૂર્નામેન્ટની શરૂઆતમાં મેચ રમશે. આ આઠમાંથી ચાર ટીમો સુપર-12માં જગ્યા બનાવશે.
શ્રીલંકા અને બાંગ્લાદેશની રેન્કિંગ ઓછી હોવાથી પુરુષોની ટી-20 વર્લ્ડ કપ સુપર-12 માટે સીધા ક્વોલિફાય કરવામાં નિષ્ફળ ગયા. હવે આ બંને ટીમોએ 2020માં ટૂર્નામેન્ટમાં પ્રવેશ મેળવવા ગ્રુપ સ્ટેજ સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે.
પુરૂષ ટી-20 વર્લ્ડ કપ (ICC T20 World Cup)નો પ્રથમ રાઉન્ડ ગ્રુપ એ – શ્રીલંકા, ઓમાન, પપુઆ ન્યૂ ગિની અને આયર્લેન્ડ. ગ્રુપ બી – બાંગ્લાદેશ, નામીબીઆ, સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ્સ. ઉપરોક્ત બંને ગ્રુપોમાં જે 2-2 ટીમો ટોપ થશે તેમનો સુપર-12માં સમાવેશ થશે. સુપર-12 ગ્રુપમાં આ ટીમોનો સમાવેશ ગ્રૂપ 1 : ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડીઝ, ન્યુઝીલેન્ડ, ગ્રુપ-એની વિજેતા અને ગ્રુપ બીની બીજા નંબરની ટીમ. ગ્રુપ 2 : ભારત, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન, ગ્રુપ-બીની વિજેતા અને ગ્રુપ-એની બીજા નંબરની ટીમ.
ICC T20 World Cup 2020: સંપૂર્ણ શેડ્યુઅલ
October 24- ઓસ્ટ્રેલિયા vs પાકિસ્તાન (સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ)
October 24- ભારત vs સાઉથ આફ્રિકા (પર્થ સ્ટેડિયમ)
October 25- ન્યૂઝીલેન્ડ vs વેસ્ટ ઇન્ડિઝ (મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ)
October 25- ક્વોલિફાયર 1 vs ક્વોલિફાયર 2 (બેલેરિવ ઓવલ)
October 26- અફઘાનિસ્તાન vs ક્વોલિફાયર એ 2 (પર્થ સ્ટેડિયમ)
October 26- ઇંગ્લેન્ડ vs ક્વોલિફાયર બી 1 (પર્થ સ્ટેડિયમ)
October 27- ન્યૂઝીલેન્ડ vs ક્વોલિફાયર બી 2 (બેલેરિવ ઓવલ)
October 28- અફઘાનિસ્તાન vs ક્વોલિફાયર બી 1 (પર્થ સ્ટેડિયમ)
October 28- ઓસ્ટ્રેલિયા vs વેસ્ટ ઇન્ડિઝ (પર્થ સ્ટેડિયમ)
October 29- ભારત vs ક્વોલિફાયર એ 2 (મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ)
October 29- પાકિસ્તાન vs ક્વોલિફાયર એ 1 (સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ)
October 30- ઇંગ્લેન્ડ vs સાઉથ આફ્રિકા (સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ)
October 30- વેસ્ટ ઇન્ડિઝ vs ક્વોલિફાયર બી 2 (પર્થ સ્ટેડિયમ)
October 31- પાકિસ્તાન vs ન્યૂઝીલેન્ડ (બ્રિસ્બેન ક્રિકેટ ગ્રાઉન્ડ)
October 31- ઓસ્ટ્રેલિયા vs ક્વોલિફાયર એ 1 (બ્રિસ્બેન ક્રિકેટ ગ્રાઉન્ડ)
November 1- ભારત vs ઇંગ્લેન્ડ (મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ)
November 1- સાઉથ આફ્રિકા vs અફઘાનિસ્તાન (એડિલેડ ઓવલ)
November 2- ક્વોલિફાયર એ 2 vs ક્વોલિફાયર બી 1 (સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ)
November 2- ન્યૂઝીલેન્ડ vs ક્વોલિફાયર એ 1 (બ્રિસ્બેન ક્રિકેટ ગ્રાઉન્ડ)
November 3- પાકિસ્તાન vs વેસ્ટ ઇન્ડિઝ (એડિલેડ ઓવલ)
November 3- ઓસ્ટ્રેલિયા vs ક્વોલિફાયર બી 2 (એડિલેડ ઓવલ)
November 4- ઇંગ્લેન્ડ vs અફઘાનિસ્તાન (બ્રિસ્બેન ક્રિકેટ ગ્રાઉન્ડ)
November 5- સાઉથ આફ્રિકા vs ક્વોલિફાયર એ 2 (એડિલેડ ઓવલ)
November 5- ભારત vs ક્વોલિફાયર બી 1 (એડિલેડ ઓવલ)
November 6- પાકિસ્તાન vs ક્વોલિફાયર બી 2 (મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ)
November 6- ઓસ્ટ્રેલિયા vs ન્યૂઝીલેન્ડ (મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ)
November 7- વેસ્ટ ઇન્ડિઝ vs ક્વોલિફાયર એ 1 (મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ)
November 7- ઇંગ્લેન્ડ vs ક્વોલિફાયર એ 2 (એડિલેડ ઓવલ)
November 8- સાઉથ આફ્રિકા vs ક્વોલિફાયર બી 1 (સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ)
November 8- ભારત vs અફઘાનિસ્તાન (સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ)
SEMI-FINALS
November 11- પ્રથમ સેમીફાઈનલ(સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ)
November 12- બીજો સેમીફાઈનલ(એડિલેડ ઓવલ)
FINAL
November 15- ફાઈનલ (મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion