શોધખોળ કરો
Advertisement
અંડર-19 વર્લ્ડકપ: ન્યૂઝિલેન્ડને હરાવી બાંગ્લાદેશ પહેલીવાર ફાઈનલમાં, ભારત સાથે થશે મુકાબલો
આ પહેલા પ્રથમ સુપર લીગની સેમીફાઈનલમાં ભારતે પોતાના કટ્ટર હરિફ પાકિસ્તાનને 10 વિકેટે હરાવીને ધૂળ ચડાટી હતી. આ સાથે જ ભારતે ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી.
નવી દિલ્હી: અંડર 19 વર્લ્ડ કપ 2020ની બીજી સુપર લીગ સેમીફાઈનલમાં ગુરુવારે બાંગ્લાદેશે ન્યૂઝિલેન્ડને 6 વિકેટે હરાવી પહેલીવાર ફાઈનલમાં પહોંચી છે. આ સાથે હવે ભારતનો વર્લ્ડકપનો ફાઈનલ મુકાબલો બાંગ્લાદેશ સાથે થશે. 9 ફેબ્રુઆરીના રોજ પોટ્ચેફ્સ્ટ્રમમાં અંડર 19 વર્લ્ડ કપની ફાઈનલ રમાશે.
પોટ્ચેફ્સ્ટ્રમમાં રમાયેલી બીજી સુપર લીગ સેમીફાઈનલમાં ન્યૂઝિલેન્ડની ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટ ગુમાવી 211 સ્કોર બનાવ્યો હતો. તેના જવાબમાં બાંગ્લાદેશની ટીમે 44.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કરતા 215 રન બનાવી જીત મેળવી હતી. બાંગ્લાદેશના મહમુદુલ હસન જોયે 100 રન બનાવ્યા હતા. 127 ઈનિંગનમાં 13 ચોગ્ગા ફટકાર્યા હતા અને તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.
આ પહેલા પ્રથમ સુપર લીગની સેમીફાઈનલમાં ભારતે પોતાના કટ્ટર હરિફ પાકિસ્તાનને 10 વિકેટે હરાવીને ધૂળ ચડાટી હતી. આ સાથે જ ભારતે ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી.Bangladesh reach their first ever ICC U19 Cricket World Cup final!#U19CWC | #FutureStars pic.twitter.com/4810VjfZyZ
— Cricket World Cup (@cricketworldcup) February 6, 2020
Those moves 🙌🙌🙌#U19CWC | #NZvBAN | #FutureStars pic.twitter.com/odtDlftTQS
— Cricket World Cup (@cricketworldcup) February 6, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
દેશ
Advertisement