શોધખોળ કરો
મહિલા ક્રિકેટઃવનડે રેન્કિંગમાં સ્મૃતિ મંધાના પાસેથી છીનવાયો નંબર વન નો તાજ, જાણો કોણ પહોંચ્યું ટોપ પર
બોલરોની રેન્કિંગમાં ઝૂલન ગોસ્વામી, શિખા પાન્ડે અને પૂનમ યાદવની રેન્કિંગમાં પણ ઘટાડો આવ્યો છે અને ક્રમશ: છઠ્ઠા, આઠમાં અને નવમાં સ્થાન પર આવી ગઈ છે.

નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાએ બેટિંગની વનડે રેન્કિગમાં પોતાનો નંબર વનનો તાજ ગુમાવી દીધો છે. રેન્કિંગમાં મંધાનાનું સ્થાન ન્યૂઝીલેન્ડની એમી સ્ટેર્થવેટે લઈ લીધું છે. મંધાના તાજેતરમાં જ સાઉથ આફ્રિકા સાથે રમાયેલી વનડે સીરીઝમાં ભારતીય ટીમમાં રમી નહોતી. સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચોની વનડે સીરીઝ પહેલા મંધાનાને પ્રેક્ટિસ સેસન દરમિયાન ઇજા પહોંચી હતી અને જમણા પગના અંગૂઠામાં ફ્રેક્ટર થયું હતું. વનડે ટીમના કેપ્ટન મિતાલી રાજને પણ રેન્કિંગમાં નુકસાન ભોગવવું પડ્યું છે. તે સાતમાં સ્થાન પર આવી ગઈ છે. મિતાલી આ સીરીઝમાં આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 વર્ષ પૂરા કરનારી પ્રથમ મહિલા ખેલાડી બની છે. બોલરોની રેન્કિંગમાં ઝૂલન ગોસ્વામી, શિખા પાન્ડે અને પૂનમ યાદવની રેન્કિંગમાં પણ ઘટાડો આવ્યો છે અને ક્રમશ: છઠ્ઠા, આઠમાં અને નવમાં સ્થાન પર આવી ગઈ છે. જ્યારે ઓલરાઉન્ડર ખેલાડીની યાદીમાં દીપ્તી શર્મા ત્રીજા નંબરે પહોંચી ગઈ છે જ્યારે શિખા પાન્ડે ટોપ 10માં સ્થાન મેળવ્યું છે.
વધુ વાંચો





















