શોધખોળ કરો
Advertisement
ICCની વધુ એક પોલ ખુલી, World cupમાં ભારતીય ટીમ સાથે કરવામાં આવી રહ્યો છે ભેદભાવ!
ભારતીય ટીમની ફેન ફૉલોઇંગને જોતા સુરક્ષા પણ મહત્વનો મુદ્દો છે. ભારતીય ટીમ માટે ઘણા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે અને આનાથી ટીમ મેનેજમેન્ટને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં એક બાજુ વરસાદને લઈને આઈસીસી અને ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ પર સવાલ ઉઠી રહ્યા છે ત્યારે બીજી એક એવી ઘટના સામે આવી છે જેને લઈને આઈસીસીની વધુ એક પોલ ખુલી શકે છે. અહેવાલ છે કે, ઇંગ્લેન્ડમાં ભારતીય ખેલાડીઓને જિમ અને સ્વીમિંગ પૂલ જેવી સુવિધા નથી મળી રહી. એવામાં સવાલ ઉભા થાય છે કે, આખરે આઈસીસીએ આયોજન પહેલા આ બધી વસ્તુ પર ધ્યાન કે મન આપ્યું?
એક સૂત્રએ જણાવ્યું કે ખેલાડીઓ માટે બૂક કરવામાં આવેલી હૉટલ્સમાં જીમ કરવા માટેની પર્યાપ્ત સુવિધા નથી અને આ કારણે ભારતીય ખેલાડીઓએ પ્રાઇવેટ જીમમાં વર્કઆઉટ કરવું પડી રહ્યું છે અને આ માટે ભારતીય ખેલાડીઓને પ્રાઇવેટ જીમમાં વર્કઆઉટ કરવા માટે અલગથી પાસ આપવામાં આવ્યા છે.
આ મુદ્દે સંપૂર્ણ જાણકારી રાખનારા સૂત્રએ જણાવ્યું કે, “હાં, ટીમ માટે હૉટલમાં રાખવામાં આવેલા સાધનો પૂરતા નથી. ભારતીય ખેલાડીઓને અત્યારે પ્રાઇવેટ જીમમાં વર્કઆઉટ કરવું પડી રહ્યું છે, કેમકે તેઓ ત્યાં જ પોતાની જરૂરિયાત અનુસાર વર્કઆઉટ કરી શકે છે.”
ભારતીય ટીમની ફેન ફૉલોઇંગને જોતા સુરક્ષા પણ મહત્વનો મુદ્દો છે. ભારતીય ટીમ માટે ઘણા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે અને આનાથી ટીમ મેનેજમેન્ટને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત ભારતીય ખેલાડીઓને બસમાં મુસાફરી કરવી પડી રહી છે, જ્યારે રેલવેમાં મુસાફરી કરવાથી ઘણો સમય બચી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગાંધીનગર
ગુજરાત
ગાંધીનગર
Advertisement