શોધખોળ કરો
World Cup: મેચ જીતવામાં બીજા નંબરે હોવા છતાંય ક્યારેય વર્લ્ડકપ નથી જીતી શકી આ ટીમ
ન્યૂઝીલેન્ડ એક ટીમ એવી પણ છે કે જે ઘણી વખત વર્લ્ડ કપનીની ખુબ નજીક પહોંચી છે. પરંતુ એવોર્ડ સુધી પહોંચવામાં તો અસફળ જ રહી.

નવી દિલ્હીઃ છેલ્લા વર્લ્ડ કપમાં રનર અપર રહેલી ન્યૂઝીલેન્ડની ટીમની સામે પ્રથમ વર્લ્ડ કપ જીતવાનો પડકાર છે. ટીમ છેલ્લા ત્રણ વર્લ્ડ કપમાં બે વખત સેમીફાઈનલમાં અને એક વખત ફાઈનલ સુધી પિહોંચી છે. ઇંગ્લેન્ડમાં મેજબાની ટીમ વિરૂદ્ધ હાલમાં બાકીની ટીમોની તુલનામાં ઓછા મેચ રમવાનું ન્યૂઝીલેન્ડ માટે કેટલીક મુશ્કેલી ઉભી કરી શકે છે.
ન્યૂઝીલેન્ડ એક ટીમ એવી પણ છે કે જે ઘણી વખત વર્લ્ડ કપનીની ખુબ નજીક પહોંચી છે. પરંતુ એવોર્ડ સુધી પહોંચવામાં તો અસફળ જ રહી.
જો વાત કરીએ ઓલઓવર તો વર્લ્ડ કપમાં અત્યાર સુધી સૌથી વધુ 62 મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી છે. તેણે જ સૌથી વધુ એવોર્ડ પણ જીત્યા છે. 1987માં પેહલી વખત કપ જીતનાર ઓસ્ટ્રેલિયા અત્યાર સુધીમાં પાંચ વખત ચેમ્પિયન બની ચૂકી છે. ભારતે વર્લ્ડ કપમાં 46 મેચ જીતી છે. તેમજ બે વખત ચેમ્પિયન બન્યું છે. તો વળી વેસ્ટ ઈન્ડિઝે 41 મેચો જીતીને બે કપ પોતાને નામે કર્યા છે.
જો વધારે મેચ જીતવાની વાત આવે તો ન્યુઝીલેન્ડ બીજા નંબર પર આવે છે. તે ટીમે અત્યાર સુધીમાં 79માંથી 48 મેચો જીતી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે દર વખતે આ ટીમ ફાઈનલ કે સેમીફાઈનલ સુધી પહોંચીને અટકી જાય છે.


વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દુનિયા
મહિલા
Advertisement