શોધખોળ કરો
Advertisement
40 વર્ષના ઇમરાન તાહિરે વર્લ્ડકપ-2019ની પહેલી જ ઓવરમાં રચ્યો ઇતિહાસ, જાણો વિગતે
તાહિર વર્લ્ડકપના 44 વર્ષના ઇતિહાસમાં ટૂર્નામેન્ટનો પહેલો બૉલ ફેંકનારો પહેલો સ્પિનર બની ગયો. તેના પહેલા બૉલનો સામનો ઇંગ્લિશ બેટ્સમેન જેસન રૉયે કર્યો હતો
નવી દિલ્હીઃ આઇશીસી વર્લ્ડકપ 2019ની શરૂઆત થઇ ગઇ છે, ગુરુવારે લંડનના 'ધ ઓવલ' મેદાન પર સાઉથ આફ્રિકાના કેપ્ટન ફાક ડૂ પ્લેસીસે ઇંગ્લેન્ડ સામે ટૉસ જીતીને બૉલિંગ કરવાનો નિર્ણય લીધો.
ઉદઘાટન મેચમાં પહેલી ઓવર 40 વર્ષના લેગ સ્પિનર ઇમરાન તાહિરે નાંખી. આ સાથે જ એક અનોખો રેકોર્ડ પણ બની ગયો. એટલે કે તાહિર વર્લ્ડકપના 44 વર્ષના ઇતિહાસમાં ટૂર્નામેન્ટનો પહેલો બૉલ ફેંકનારો પહેલો સ્પિનર બની ગયો. તેના પહેલા બૉલનો સામનો ઇંગ્લિશ બેટ્સમેન જેસન રૉયે કર્યો હતો.
એટલું જ નહીં ઇમરાન તાહિરે મેચની પહેલી જ ઓવરના બીજા બૉલ પર ઇંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જૉની બેયરર્સ્ટો (0)ની વિકેટ પણ લીધી હતી. બેયરર્સ્ટોને સ્ટમ્પની પાછળ ક્વિન્ટન ડી કૉકના હાથમાં ઝીલાવી દીધો હતો. માત્ર એક રનના સ્કૉર પર પહેલો ઝટકો લાગ્યો હતો.
Imran Tahir is off and running. He becomes the first spinner EVER to deliver the first ball in a World Cup and he dismissed Jonny Bairstow for a GOLDEN DUCK.#CWC2019 #ENGvSA pic.twitter.com/ZFm4rSv6pw
— Harry Potter (@Zaidabdulrauf) May 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion