બીજી વન ડેસમાપ્ત થયા બાદ ન્યૂઝીલેન્ડની ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ પોલીસે ફેસબુક પર ભારતીય ટીમની પ્રસંશા કંઈક અનોખી રીતે કરી હતી. પોલીસે પોતાના ઑફિશલ ફેસબુક એકાઉન્ટમાં લખ્યુ, ' દેશના પ્રવાસે આવેલી ભારતીય ટીમના કારનામાઓને ધ્યાનમાં રાખતા પોલીસ ચેતવણી જાહેર કરે છે. લોકોએ સીધા સાદા દેખાતા આ ક્રિકેટરોની સામે ફરકવું નહીં ખાસ કરીને જો તમારા હાથમાં બેટ કે બૉલ હોય તો આ પ્રવાસીઓથી દૂર રહેવું'.
2/3
નવી દિલ્હીઃ ભારેત પાંચ વનડે મેચની સીરીઝના પહેલા બે મેચ જીતીને મેજબાન ન્યૂઝીલેન્ડ પર 2-0થી સરસાઈ મેળવી લીધી છે. આ બન્ને મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ એકતરફી જીત મેળવી છે. ત્યારે ન્યૂઝીલેન્ડ પોલીસે પણ પોતાની એક ફેસબુક પોસ્ટમાં કેન વિલિયમસનની કેપ્ટનશીપવાળી પોતાની ક્રિકેટ ટીમ પર કટાક્ષ કર્યો છે.
3/3
પોલીસે એવું પણ લખ્યું હતું કે પ્રત્ક્ષદર્શીઓએ મોનગાઈમાં આ માસુમોના હાથે ન્યૂઝીલેન્ડના લોકોને ખરાબ રીતે માર ખાતા જોયા હતા. જો તમને આ લોકો ક્યાંય પણ જોવા મળે તો વધારે સાવચેતી જાળવવી. પોલીસની આ પોસ્ટના સમર્થનમાં ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર સ્કોટ સ્ટાયરીશે પણ પોસ્ટ કરી હતી અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટના વખાણ કર્યા હતા.