અહીં હાર્દિકે કરણ જોહરને કહ્યું કે, મે મારુ કૉમાર્યુ ગુમાવ્યુ ત્યારે ઘરે આવીને કહ્યું હતું કે હું આજે સેક્સ માણીને આવ્યો છું, એટલે મેં જ્યારે પહેલીવાર સેક્સ માણ્યુ ત્યારે ઘરે આવીને તેનો ખુલાસો પણ કરી દીધો હતો.
2/4
મુંબઈઃ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ બુધવારે બીસીસીઆઈની કારણ બતાઓ નિટોસનો જવાબ આપતા કહ્યું કે, તે ટીવી શો પર મહિલાઓ વિરૂદ્ધ કરવામાં આવેલ ટિપ્પણી માટે ‘વિનમ્રતાપૂર્વક માફી માગે છે.’ જેને સેકિએસ્ટ અને સ્ત્રી વિરોધી ગણાવવામાં આવ્યા. નોટિસનો જવાબ આપવા માટે તેને 24 કલાકનો સમય આપવામાં આવ્યો હતો. પંડ્યાએ કહ્યું કે, તેણે એવી નથી ખબર કે તેની ટિપ્પણીને અસભ્ય ગણવામાં આવશે. તેના જવાબની એક કોપી પીટીઆઈ પાસે છે, જેમાં તેણે કહ્યું, હું એક ચેટ શોમાં ગયો હતો જ્યાં મેં અનુભવ્યું કે, કંઈપણ નિવેદન કર્યા વગર તેને અપમાનજનક ગણાવવામાં આવશે અને તેનાથી દર્શકોની લાગણીને ઠેસ પહોંચશે. જેના માટે હું વિનમ્રતાપૂર્વક માફી માગુ છું.
3/4
નોંધનીય છે કે, કૉફી વિથ કરણ શૉમાં હાર્દિક પંડ્યાએ કેટલીય સવાલોના જવાબો આપ્યા જેમાં તેને કેટલીક અશ્લીલ કૉમેન્ટ કરી હતી. જ્યાર કરણ જોહરે તેને પુછ્યુ કે, ક્લબમાં શા માટે તુ મહિલાઓને તેમનુ નામ પુછતો નથી, તો હાર્દિકે કહ્યું કે, મને તેઓ કઇ રીતે આગળ વધે તે જોવુ અને તેનું અવલોકન કરવું ગમે છે. હું થોડો શ્યામ છું એટલે મારે તે જોવું પડે તે કેવી રીતે મુવ કરે છે.
4/4
પંડ્યાએ કહ્યું કે, હું તમને આશ્વશ્ત કરવા માગુ છું કે એમાં મારો ઈરાદો કોઈપણ વ્યક્તિને કોઈપણ રીતે દુઃખી કરવાનો કે સમાજના કોઈપણ વર્ગને કોઈપણ રીતે ખરાબ રીતે રજૂ કરવાનો ન હતો. મેં આ નિવેદન શોમાં વાતચીત કરતા સમયે આપ્યું અને મને નથી ખબર કે આ નિવેદનને અભદ્ર ગણવામાં આવશે.