શોધખોળ કરો
Advertisement
રવિન્દ્ર જાડેજાએ ટી-20માં તોડ્યો ધોનીનો આઠ વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગત
કેનબરામાં રમાયેલી પ્રથમ ટી20માં રવિન્દ્ર જાડેજા 23 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 44 રન બનાવી અણનમ રહ્યો હતો.
AUS vs IND: ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ શુક્રવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટી20માં ખૂબ જ ખાસ ઉપલબ્ધિ મેળવી છે. જાડેજાએ આંતરરાષ્ટ્રી ટી20 ક્રિકેટમાં ધોનીનો આઠ વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો છે.
કેનબરામાં રમાયેલી પ્રથમ ટી20માં રવિન્દ્ર જાડેજા 23 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 44 રન બનાવી અણનમ રહ્યો હતો. તેની સાથે જ જાડેજા નંબર 7 પર બેટિંગ કરતા ઈન્ટરનેશનલ ટી 20માં સર્વશ્રેષ્ઠ સ્કોર કરનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ દરમિયાન તેણે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીનો રેકોર્ડ તોડી દીધો છે. ધોનીએ ઈંગ્લેન્ડ સામે વર્ષ 2012માં વાનખેડેમાં 18 બોલમાં 38 રન બનાવ્યા હતા.
સીરિઝની પ્રથમ ટી20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયન ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 150 રન જ કરી શકી હતી. ભારત માટે ટી. નટરાજન અને યુઝવેન્દ્ર ચહલે 3-3 વિકેટ લીધી. આ મેચમાં જાડેજાને માથામાં બોલ વાગતા યુઝવેન્દ્ર ચહલ ‘કન્કશન સબ્સ્ટીટ્યૂટ’ ખેલાડી તરીકે જાડેજાની જગ્યાએ મેદાનમાં ઉતર્યો હતો. ચહલે શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી હતી. 12માં ખેલાડી ચહલને મેન ઓફ ધ મેચ આપવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement