શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાના આ ખેલાડીની થઈ અવગણના, જ્યારે મળ્યો મોકો ત્યારે કર્યો ખુદને સાબિત
ભારતીય બોલરોની ચુસ્ત બોલિંગથી ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો 15 ઓવર સુધી ખુલીને રમી શક્યા નહોતા. જસપ્રીત બુમરાહે માર્ટિન ગપ્ટિલને એક રનના સ્કોર પર પેવેલિયન મોકલ્યો હતો.
માંચેસ્ટરઃ વર્લ્ડકપ 2019માં આજે પ્રથમ સેમિ ફાઇનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડની ઈનિંગ દરમિયાન 46.1 ઓવર થઈ ત્યારે મેચમાં વરસાદ આવતા અટકાવી પડી હતી. ભારતીય બોલરોની ચુસ્ત બોલિંગથી ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો 15 ઓવર સુધી ખુલીને રમી શક્યા નહોતા. જસપ્રીત બુમરાહે માર્ટિન ગપ્ટિલને એક રનના સ્કોર પર પેવેલિયન મોકલ્યો હતો.
જે બાદ 69 રનના સ્કોર પર સૌરાષ્ટ્રાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ કેપ્ટન કેન વિલિયમસન અને હેનરી નિકોલ્સની જોડી તોડીને કિવી ટીમને મોટો ઝટકો આપ્યો હતો. જાડેજાએ હેનરી નિકોલ્સને બોલ્ડ કર્યો હતો. આ મેચમાં જાડેજાએ 10 ઓવરમાં 34 રન આપી એક વિકેટ ઝડપી હતી. આ પહેલા શ્રીલંકા સામેની મેચમાં પણ ચુસ્ત બોલિંગ કરી હતી અને એક વિકેટ ઝડપી હતી.
જાડેજાને લીગ રાઉન્ડની શરૂઆતની 8માંથી એક પણ મેચ રમવાનો મોકો મળ્યો નહોતો. પરંતુ તે સબ્સ્ટીટ્યૂટ ફિલ્ડર તરીકે ટીમ માટે ગેમ ચેન્જર સાબિત થયો હતો. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેણે મેક્સવેલનો શાનદાર કેચ પકડ્યો હતો, જે ભારતની 36 રનની જીતમાં નિર્ણાયક સાબિત થયો હતો. ઈંગ્લેન્ડ સામેની મેચમાં પણ તે પ્લેઈંગ ઈલેવનમાં નહોતો પરંતુ ફિલ્ડિંગ કરતી વખતે 2 કેચ ઝડપ્યા હતા. આમ જાડેજાને જ્યારે પણ મેદાનમાં આવવાનો મોકો મળ્યો છે ત્યારે ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે.
જાડેજાની પત્ની રીવાબાએ કહ્યું કે, “ ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ જીતે અને જાડેજા ટ્રોફી લઈને જામનગર આવે. હું આશા રાખું છું કે ટીમ ઈન્ડિયા ટ્રોફી લઈને આવશે.”Ravindra Jadeja is the main man for India!
He bowls Henry Nicholls with a beauty, turning one back in between bat and pad. A solid partnership comes to an end. Ross Taylor walks in...#INDvNZ | #CWC19 pic.twitter.com/bs8hVDfgSb — Cricket World Cup (@cricketworldcup) July 9, 2019
ભારતીયોમાં હવે USના બદલે આ દેશનો ક્રેઝ, ગત વર્ષ કરતાં 51% વધુ લોકોએ મેળવી પર્મેનન્ટ રેસિડન્સી વર્લ્ડકપમાં રમતા ટીમ ઈન્ડિયાના કયા ખેલાડીએ અજાણી મહિલાને કર્યો મેસેજ, જાણો પછી શું થયુંCricketer Ravindra Jadeja's wife Rivaba Jadeja: My wish is too see Ravindra lifting the World Cup Trophy and bring it to Jamnagar. Ranjitsinhji and Duleepsinhji were also from Jamnagar, hope he will bring the Cup to Jamnagar. #CWC2019 pic.twitter.com/JpwE8uak4P
— ANI (@ANI) July 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion