વિરાટ કોહલીએ આ મેદાન સૌથી વધારે ચોગ્ગા ફટકાર્યા છે. તેણે આ મેદાન પર 34 ચોગ્ગા ફટકાર્યા છે. જ્યારે સિક્સરની વાત કરવામાં આવે તો ધોની સૌથી આગળ છે. ધોનીએ આ મેદાન પર 9 સિક્સર મારી છે.
2/5
વિરાટના નામ પર અહીં 4 મેચની 4 ઈનિંગમાં બે સદી અને બે અડધી સહીત 99.75ની સરેરાશથી 399 રન નોંધાયેલા છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 118 રન છે.
3/5
રોહિત શર્માનો રેકોર્ડ પણ આ મેદાન પર ખરાબ નથી. તેણે 4 મેચની 4 ઈનિંગમાં 59.66ની સરેરાશથી 179 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 90 રન છે. રોહિતે આ મેદાન પર 15 ચોગ્ગા અને 6 છગ્ગા માર્યા છે.
4/5
મહેન્દ્ર સિંહ ધોનીએ આ મેદાન પર 6 મેચની 4 ઈનિંગમાં 80ની સરેરાશથી 240 રન નોંધાવ્યા છે. જેમા તેણે 1 સદી અને 1 અડધી સદી ફટકારી છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 148 રન છે. જે ધોનીની વન ડે કરિયરનો બીજો સર્વશ્રેષ્ઠ સ્કોર છે.
5/5
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વન ડે સીરિઝનો મુકાબલો આજે વિશાખાપટનમનાં વાઇ એસ રાજશેખર રેડ્ડી એસીએ વીડીસીએ સ્ટેડિયમમાં રમાશે. બેટિંગ રેકોર્ડ પર નજર કરવામાં આવે તો ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીના બેટમાંથી અહીં રનનો ધોધ વહ્યો છે. આ બંને અહીંયા સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેન છે.