શોધખોળ કરો
IND vs AUS: વનડે સીરીઝના બે વન-ડે મેચના સ્થળો બદલાય તેવી સંભાવના, જાણો શું છે કારણ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવની અસર વર્લ્ડ કપ પર જ નહીં પરંતુ ભારત ઓસ્ટ્રેલિયા વનડે સીરીઝ પર પણ પડતી જોવા મળી રહી છે. મીડિયા અહેવાલ અનુસાર ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને કાણે મોહાલી વનડે શિફ્ટ કરવામાં આવી શકે છે. આ નિર્ણય કરવા પાછળનું કારણ એ છે કે ભારતીય વાયુસેનાના બેસની નજીક જ આ સ્ટેડિયમ છે. આ જ કારણ છે કે અહીં ઉંચા લાઈટ ટાવરો લગાવવાની મંજૂરી આપવામાં આવી નથી.
સુત્રોના મતે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલની સ્થિતિ જોતા ફક્ત મોહાલી મેચ જ નહીં દિલ્હીની મેચ પણ શિફ્ટ કરવામાં આવી શકે છે. પાંચ વન-ડે મેચની શ્રેણીની અંતિમ મેત 13 માર્ચે દિલ્હીમાં રમાવાની છે. સંભવત આ બંનેના વૈકલ્પિક સ્થળ તરીકે બેંગલુરુ અને કોલકાતા હોઈ શકે છે. બંને સ્થળોના અધિકારીઓને તૈયાર રહેવા માટે કહેવાયું છે. જોકે અંતિમ નિર્ણય આગામી કેટલાક દિવસોમાં લેવામાં આવી શકે છે. મોહાલી વન-ડેના ત્રણ દિવસ પછી દિલ્હીમાં મેચ રમાશે અને 23 માર્ચથી શરૂ થતી આઈપીએલ પહેલા આ આંતરરાષ્ટ્રીય મેચ હશે.
સુત્રોના મતે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલની સ્થિતિ જોતા ફક્ત મોહાલી મેચ જ નહીં દિલ્હીની મેચ પણ શિફ્ટ કરવામાં આવી શકે છે. પાંચ વન-ડે મેચની શ્રેણીની અંતિમ મેત 13 માર્ચે દિલ્હીમાં રમાવાની છે. સંભવત આ બંનેના વૈકલ્પિક સ્થળ તરીકે બેંગલુરુ અને કોલકાતા હોઈ શકે છે. બંને સ્થળોના અધિકારીઓને તૈયાર રહેવા માટે કહેવાયું છે. જોકે અંતિમ નિર્ણય આગામી કેટલાક દિવસોમાં લેવામાં આવી શકે છે. મોહાલી વન-ડેના ત્રણ દિવસ પછી દિલ્હીમાં મેચ રમાશે અને 23 માર્ચથી શરૂ થતી આઈપીએલ પહેલા આ આંતરરાષ્ટ્રીય મેચ હશે. વધુ વાંચો




















