શોધખોળ કરો
Advertisement
IND vs AUS: મેક્સવેલે પોતાની બેટિંગ દરમિયાન કેએલ રાહુલ પાસે માંગી માફી, જાણો શું છે કારણ
આઈપીએલમાં 10.75 કરોડ રૂપિયામાં વેચાનાર મેક્સવેલ આ સીઝનમાં એક પણ સિક્સ નોંધાવી શક્યો નથી. તેના કારણે તેની ખૂબ ટીકા થઈ હતી.
નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ખરાબ પ્રદર્શન કરનાર ખેલાડી પોતાના દેશ માટે રમતા જ આક્રમક ફોમમાં રમવા લાગ્યા છે. ઓસ્ટ્રેલિયાન આરોન ફિંચ, ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથ સિવાય ન્યૂઝિલેન્ડના ઓલરાઉન્ડર જિમી નીશમે પોતાની ટીમો માટે ગઈકાલે વિસ્ફોટક ઈનિંગ રમી હતી. રોયલ ચેલેન્જર બેંગલુરુના આરોન ફિંચ અને રાજસ્થાન રોયલ્સના સ્ટીવ સ્મિથે ભારત વિરુદ્ધ સદી નોંધાવી હતી. જ્યારે કિંગ્લ ઈલેવન પંજાબના ખેલાડી ગ્લેન મેક્સવેલે ભારત વિરુદ્ધ 19 બોલમાં 45 રનની તુફાની ઈનિંગ રમી અને જિમી નિશમે વેસ્ટઈન્ડીઝ માટે 24 બોલમાં 48 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી.
કિંગ્સ ઈલેવન પંજાબના બન્ને ઓલરાઉન્ડરના શાનદાર પ્રદર્શનના કારણે પંજાબના કેપ્ટન એએલ રાહુલ સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવી ગયા છે. રાહુલ પર બનેલા મીમ્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. વરુણ નામના એક ફેને ટ્વિટર પર કેએલ રાહુલનું મીમ્સ શેર કર્યું,.જેમાં તે મેક્સમેલ અને નીશમ નાખુશ નજર આવી રહ્યા છે. તેને રિટ્વીટ કરતા જિમી નીશમને મેક્સવેલને ટેગ કર્યો હતો. મેક્સમેવલે તેનો જવાબ આપતા જણાવ્યું હતું કે, મેં તેના માટે એકએલ રાહુલ પાસે મેચ દરમિયાન માંફી માંગી લીધી છે.
મેક્સવેલની નાની તેમજ વિસ્ફોટક ઈનિંગની મદદથી ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત વિરુદ્ધ પ્રથમ વનડેમાં જીત મેળવવામાં સફળ રહી હતી. મેક્સવેલે 19 બોલમાં 45 રન બનાવ્યા જેમાં પાંચ ફોર અને ત્રણ સિક્સ સામેલ હતા.
ઉલ્લેખનીય છે કે, આઈપીએલમાં 10.75 કરોડ રૂપિયામાં વેચાનાર મેક્સવેલ આ સીઝનમાં એક પણ સિક્સ નોંધાવી શક્યો નથી. તેના કારણે તેની ખૂબ ટીકા થઈ હતી. જ્યારે જિમી નીશમે પણ કિંમતી ઈનિંગથી ન્યૂઝીલેન્ડે પણ વેસ્ટ ઈન્ડીઝની ટીમને પ્રથમ ટી-20 મેચમાં 5 વિકેટથી હરાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement