શોધખોળ કરો

IND vs AUS Hockey: ઓસ્ટ્રેલિયાએ ભારતને પાંચમાં મુકાબલામાં 4-5થી આપી હાર, સીરીઝ પર 1-4થી કબજો કર્યો

ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત સિંહ (24મી અને 60મી મિનિટ)એ બે ગોલ કર્યા હતા જ્યારે અમિત રોહિદાસ (34મી મિનિટ) અને સુખજીત સિંહ (55મી મિનિટ)એ એક-એક ગોલ કર્યા હતા.

India vs Australia Hockey: ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત સિંહ (24મી અને 60મી મિનિટ)એ બે ગોલ કર્યા હતા જ્યારે અમિત રોહિદાસ (34મી મિનિટ) અને સુખજીત સિંહ (55મી મિનિટ)એ એક-એક ગોલ કર્યા હતા. ભારતે પ્રથમ બે મેચ 4-5 અને 4-7થી હાર્યા બાદ ત્રીજી મેચ 4-3થી જીતી હતી. ચોથી મેચમાં  ટીમને 1-5થી હારનો સામનો કરવો પડ્યો હતો.

રવિવારે ઓસ્ટ્રેલિયાની ટીમ બંને ટીમોમાં સારી દેખાતી હતી. ટીમે પ્રથમ બે ક્વાર્ટરમાં મેચ પર નિયંત્રણ રાખ્યું હતું. બીજી તરફ ભારતીય ટીમે ધીમી શરૂઆત કરી હતી અને તેની ચાલમાં ખચકાટ જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાની શરૂઆત શાનદાર રહી હતી અને બીજી જ મિનિટમાં વિકેમે ફિલ્ડ ગોલ કરીને યજમાન ટીમને લીડ અપાવી હતી.

ભારતીય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયન ડિફેન્સ પર દબાણ બનાવવામાં નિષ્ફળ રહ્યા અને ટીમે પ્રથમ ક્વાર્ટરમાં ભાગ્યે જ કોઈ તક બનાવી. વિકહેમે 17મી મિનિટે ઓસ્ટ્રેલિયાની લીડ બમણી કરી હતી. લેકલેન શાર્પે મિડફિલ્ડમાંથી બોલનો કબજો મેળવ્યો અને કેટલાક ભારતીય ડિફેન્ડરોને પસાર કરીને બોલને વિકહામ સામે પહોંચાડ્યો જેણે માત્ર ભારતના ગોલકીપર પીઆર શ્રીજેશને હરાવ્યો હતો અને તેણે કોઈ ભૂલ કરી ન હતી.

હરમનપ્રીતે 24મી મિનિટે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી સ્કોર 1-2 કર્યો હતો. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાને સતત બે પેનલ્ટી કોર્નર મળ્યા પરંતુ જેરેમી હેવર્ડના પ્રયાસોને રિઝર્વ ગોલકીપર કૃષ્ણ બહાદુર પાઠકે નિષ્ફળ બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ જોકે હાફ ટાઈમ પહેલા જેલેવસ્કીની મદદથી 3-1ની લીડ મેળવી હતી.

ભારતે પ્રથમ બે મેચ 4-5 અને 4-7થી હાર્યા બાદ ત્રીજી મેચ 4-3થી જીતી હતી. ચોથી મેચમાં  ટીમને 1-5થી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ ભારતીય ટીમે ધીમી શરૂઆત કરી હતી અને તેની ચાલમાં ખચકાટ જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાની શરૂઆત શાનદાર રહી હતી. હરમનપ્રીતે છેલ્લી ઘડીમાં મળેલા પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવ્યો પરંતુ તે ટીમને હારથી બચાવી શકી નહીં. 

મધ્યાંતર બાદ ભારતે આક્રમક શરૂઆત કરી અને રોહિદાસના ગોલથી સ્કોર 2-3 થઈ ગયો. થોડીવાર પછી શ્રીજેશે શાર્પના હુમલાને નિષ્ફળ બનાવ્યો. જોકે ઓસ્ટ્રેલિયાએ દબાણ જાળવી રાખ્યું હતું અને 40મી મિનિટે ડેનિયલ બીલના પાસથી એન્ડરસને ગોલ કર્યો હતો. વેઈટને વધુ એક ગોલ કરીને યજમાન ટીમને 5-2ની સરસાઈ અપાવી હતી. ત્યારબાદ સુખજીતે ઓસ્ટ્રેલિયાની લીડ ઓછી કરી હતી. હરમનપ્રીતે છેલ્લી ઘડીમાં મળેલા પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવ્યો પરંતુ તે ટીમને હારથી બચાવી શકી નહીં. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Embed widget