IND Vs ENG Women: હરમનપ્રીતની ટીમની પાસે છે ઇતિહાસ રચવાનો મોકો, આ ખેલાડી પર છે બધાની નજર
ભારતની જીતમાં શેફાલી વર્મા અને સ્પીનરે મુખ્ય ભૂમિકા નિભાવી હતી, પરંતુ હવે ટીમને મીડલ ઓર્ડરના બેટ્સમેનો અને ફાસ્ટ બૉલરોના સપોર્ટની જરૂર પડશે.
IND Vs ENG: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝની છેલ્લી મેચ બુધવારે રમાવવાની છે. ભારતીય ટીમ પાસે છેલ્લી મેચ જીતીને 2019 બાદ પહેલીવાર ઇન્ટરનેશનલ સીરીઝ પોતાના નામે કરવાનો મોકો છે. ભારતને જોકે સીરીઝ જીતવા માટે નિર્ણાયક મેચમાં પોતામા તમામ ખેલાડીઓ પર સારા પ્રદર્શનની આશા રહેશે.
ભારતે સારી ફિલ્ડિંગની સાથે સ્પીનર પૂનમ યાદવ અને દીપ્તિ શર્માની કસાયેલી બૉલિંગના દમ પર રવિવારે બીજી ટી20 મેચમાં જીત હાંસલ કરી હતી. આ જીતની સાથે જ ભારત ટી20 સીરીઝમાં 1-1ની બરાબરી પર પહોંચી ગયુ હતુ. હવે હરમનપ્રીત કૌર અને તેની ટીમ પાસે 2019માં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ જીત બાદ પહેલી ટી20 સીરીઝ પોતાના નામે કરવાનો બેસ્ટ મોકો છે. ભારતવિકેટો બચાવી રાખવા પર ધ્યાન આપવાની જગ્યાએ વધુ આક્રમકતા બતાવવી પડશે.
ઇંગ્લેન્ડની ટીમે છેલ્લી મેચમાં સારી સ્થિતિમાં હોવા છતા મેચ ગુમાવી હતી. ઇંગ્લેન્ડ જોકે ત્રીજી ટી20માં જોરદાર વાપસી કરવા ઇચ્છશે. આ પહેલા ઇંગ્લેન્ડે વનડે સીરીઝમાં પણ ત્રણય ડિપાર્ટમેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતા ભારતને માત આપી હતી.
આ ખેલાડી પર રહેશે બધાની નજર-
ભારતની જીતમાં શેફાલી વર્મા અને સ્પીનરે મુખ્ય ભૂમિકા નિભાવી હતી, પરંતુ હવે ટીમને મીડલ ઓર્ડરના બેટ્સમેનો અને ફાસ્ટ બૉલરોના સપોર્ટની જરૂર પડશે. કેપ્ટન હરમનપ્રીતનુ ફોર્મ પણ ઇન્ડિયા માટે ખુબ મહત્વનુ છે. હરમનપ્રીત ગઇ મેચમાં ત્રીજા નંબર પર બેટિંગ કરવા ઉતરી હતી અને તેને થોડાક રન પણ બનાવ્યા હતા.
ભારતીય ટીમ શેફાલી પાસેથી મળેલી પ્રભાવશાળી શરૂઆત છતા રનોની ગતિને બરકરાર રાખવામાં નિષ્ફળ રહી હતી. બીજી બાજુ ઇંગ્લેન્ડે વિકેટો પડવા છતાં રનોની ગતિ ચાલુ રાખી હતી. ભારતને જો 160થી વધુ રન બનાવવા છે તો તેમને વિકેટો બચાવી રાખવા પર ધ્યાન આપવાની જગ્યાએ વધુ આક્રમકતા બતાવવી પડશે.