ઋષભ પંત પોતાની જર્સી પર કેમ ખાખી ટેપપટ્ટી લગાવીને રમવા આવ્યો હતો, સામે આવ્યુ ખાસ કારણ, જાણો.........
ઋષભ પંત ન્યૂઝીલેન્ડ સામે બીજી ટી20માં પોતાની જર્સી પર ટેપ લગાવીને મેદાનમાં ઉતર્યો હતો. આ ટેપ તેના છાતીના ભાગમાં જર્સી પર લગાવેલી હતી.
નવી દિલ્હીઃ ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત જબરદસ્ત ફોર્મમાં દેખાયો. તેને મેચમાં વિનિંગ સિક્સ ફટકારીને ટીમને સીરીઝ પર 2-0થી લીડ અપાવી હતી. મેચમાં એક વાતે બધાનુ ધ્યાન ખેંચ્યુ, તે છે ઋષભ પંત જર્સી. ઋષભ પંત ન્યૂઝીલેન્ડ સામે બીજી ટી20માં પોતાની જર્સી પર ટેપ લગાવીને મેદાનમાં ઉતર્યો હતો. આ ટેપ તેના છાતીના ભાગમાં જર્સી પર લગાવેલી હતી. જેને જોઇને બધા વિચાર કરી રહ્યાં હતા, જોકે મેચ બાદ આ અંગે મોટો ખુલાસો થયો છે.
ટેપ લગાવવા પાછળનુ કારણ આવ્યુ બહાર-
પ્રથમ ટી20માં વિનિંગ ફૉર અને બીજી ટી20માં વિનિંગ સિક્સ ફટકારીને મેચ જીતાડનારો ઋષભ પંત હાલમાં ખુબ લાઇમ લાઇટમાં આવી ગયો છે. બીજી ટી20 દરમિયાન તે ખરેખરમાં જુની જર્સી પહેરીને મેદાનમાં ઉતર્યો હતો. એટલે કે ઋષભ પંતે તાજેતરમાં જ યુએઇમાં રમાયેલા આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021ની ટીમ ઇન્ડિયાની જર્સી પહેરેલી હતી, તે જર્સી પર આઇસીસી ટી20 વર્લ્ડકપનો લૉગો હતો, જેના કારણે તેને ઢાંકીને રમવા ઉતરવુ પડ્યુ હતુ. જ્યારે હાલમાં ચાલી રહેલી સીરીઝમાં ભારતીય ટીમના સ્પૉન્સર બાઇજૂસનો લૉગો હતો, આ કારણે આઇસીસી ટી20 2021 વર્લ્ડકપના લૉગોને ઢાકવા માટે ટેપપટ્ટી લગાવી દીધી હતી. આ કારણે તેને જર્સી પર ટેપ લગાડીને મેદાનમાં ઉતરવુ પડ્યુ હતુ.
 
Rishabh Pant 👀
— CRICKETNMORE (@cricketnmore) November 19, 2021
.
.#Cricket #indiancricket #teamindia #INDvNZ #rishabhpant pic.twitter.com/zr3GCszy6I
હર્ષલ પટેલ બન્યો 'મેન ઓફ ધ મેચ'-
હર્ષલે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી20માં ખતરનાક બૉલિંગ સ્પેલ કર્યો, તેને 4 ઓવર ફેંકીને માત્ર 25 રન આપીને 2 મહત્વની વિકેટો ઝડપી હતી. હર્ષલે ડેરિલ મિશેલ 31 રને અને ગ્લેન ફિલિપ્સને 34 રનના અંગત સ્કૉર પર પેવેલિયન મોકલ્યા હતા. આ રીતે ટીમ ઇન્ડિયાને મહત્વની વિકેટો અપાવી કીવી ટીમને વધુ મોટો સ્કૉર કરતા રોકી હતી.
ભારતની 7 વિકેટથી જીત
જેમ્સ નીશમની આ ઓવરમાં ઋષભ પંતે પ્રથમ બે બોલમાં સતત બે છગ્ગા ફટકારીને ટીમ ઈન્ડિયાને 7 વિકેટે વિજય અપાવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે ભારતને 154 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને ભારતીય ટીમે 17.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારત માટે કેપ્ટન રોહિત શર્માએ 55 અને કેએલ રાહુલે 65 રનની ઇનિંગ રમીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વેંકટેશ ઐયર અને ઋષભ પંત 12-12 રને અણનમ રહ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી કેપ્ટન ટિમ સાઉથીએ ત્રણ વિકેટ ઝડપી હતી. તેના સિવાય કોઈ બોલરને વિકેટ મળી ન હતી.