(Source: ECI/ABP News/ABP Majha)
IND vs NZ T20 : આજની મેચમાં કેટલો થશે સ્કૉર ને કોણ જીતશે મેચ, જાણો શું કહે છે પિચ રિપોર્ટ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ટી20 સીરીઝ અને ટેસ્ટ સીરીઝની મેચો સ્ટાર સ્પોર્ટ્સની ચેનલો પરથી જોઇ શકાશે,
નવી દિલ્હીઃ ટી20 વર્લ્ડકપ બાદ પહેલીવાર ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો આમનો સામને થઇ રહી છે. સાંજે સવાઇ માનસિહ સ્ટેડિયમમાં પ્રથમ ટી20 મેચથી ટી20 સીરીઝની શરૂઆત કરશે. ટીમ ઇન્ડિયાની કમાન રોહિત શર્મા સંભાળી રહ્યો છે, જ્યારે કીવી ટીમની આગેવાની ટિમ સાઉથી કરી રહ્યો છે, બન્ને ખેલાડીઓ ખુબ અનુભવી છે, પરંતુ ટીમના સભ્યો યુવા છે, આવામાં પહેલો સવાલ થાય કે આજની મેચમાં કોણ બાજી મારશે? આ સવાલના જવાબમાં કહી શકાય કે પિચની ભૂમિકા ખુબ મહત્વની છે કેમ કે સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં એકપણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઇ નથી. જાણો આજની મેચમાં શું આવી શકે છે પરિણામ.......
પિચ રિપોર્ટ -
જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં અત્યાર સુધી એકપણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઇ નથી. જોકે, આ મેદાન પર આઇપીએલની કેટલીય મેચો રમાઇ છે. આ પિચ પર હાઇ સ્કૉરિંગ મેચ જોવા મળી શકે છે. આ મેદાન પર પહેલા બૉલિંગ કરનારી ટીમને ફાયદો થવાની પુરેપુરી સંભાવના છે.
પિચ રિપોર્ટ પરથી માની શકાય કે સવાઇ માનસિહ સ્ટેડિયમમાં પહેલી ટી20 મેચમાં જે ટીમ ટૉસ જીતશે તે પહેલા બેટિંગ કરવાનુ પસંદ કરશે, કેમ કે પહેલા બેટિંગ માટે ખુબ અનુકુળ લાગી રહી છે, જ્યારે બીજા ફેક્ટરની વાત કરીએ તો આ મેચમાં એક મોટી હાઇ સ્કૉરિંગ મેચ બનવાની પુરેપુરી શક્યતા છે, એટલે કે આજે મેચમાં રનોના ઢગલા થઇ શકે છે.
ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), વેંકેટેશ અય્યર, હર્ષલ પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વરકુમાર, મોહમ્મદ સિરાજ, યુજવેન્દ્ર ચહલ.
કઇ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ-
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ટી20 સીરીઝ અને ટેસ્ટ સીરીઝની મેચો સ્ટાર સ્પોર્ટ્સની ચેનલો પરથી જોઇ શકાશે, જેમાં Star Sports 1, Star Sports 1 HD, Star Sports 3 અને Star Sports 3 HD, and DD Sports પરથી મેચનુ લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ સાંજે 7 વાગ્યાથી થશે.
ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝનો સંપૂર્ણ કાર્યક્રમ-
ટી20 સીરીઝ-
પ્રથમ ટી20, 17 નવેમ્બર, જયપુર
બીજી ટી20, 19 નવેમ્બર, રાંચી
ત્રીજી ટી20, 21 નવેમ્બર, કોલકાતા
ટેસ્ટ સીરીઝ-
પ્રથમ ટેસ્ટ, 25-29 નવેમ્બર, કાનપુર
બીજી ટેસ્ટ, 3-7 ડિસેમ્બર, મુંબઈ