શોધખોળ કરો

પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 203 રને હરાવ્યું, શમીની 5 વિકેટ

ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે 203 રનથી જીત મેળવી લીધી હતી. મહમ્મદ શમીએ આક્રમક બોલિંગ કરતા પાંચ વિકેટ અને રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ ઝડપી હતી.

વિશાખાપટ્ટનમ: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં 203 રનથી જીત મેળવી હતી. ભારત તરફથી મહમ્મદ શમીએ આક્રમક બોલિંગ કરતા પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 4 અને અશ્વિને 1 વિકેટ ઝડપી હતી. 395 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સાઉથ આફ્રિકાની ટીમ 191 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ભારતે ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. આ પહેલા ભારતે ટોસ જીતીને પ્રથમ ઇનિંગમા 136 ઓવર રમીને 502/7 પર ઇનિંગ ડિકલેર કરી દીધી હતી. ભારત તરફથી મયંક અગ્રવાલે ડબલ સેન્ચૂરી(215) ફટકારી હતી. જ્યારે રોહિત શર્માએ 176 રન બનાવ્યા હતા. તેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પોતાની પ્રથમ ઇનિંગમાં 431 રનો પર ઓલઆઉટ થઈ ગઈ હતી.  ડિન એલ્ગર અને કવિન્ટન ડી કોકે અનુક્રમે 160 અને 111 રનની ઇનિંગ્સ રમી હતી. તેમજ કપ્તાન ડુ પ્લેસીસે 55 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને 7 વિકેટ ઝડપી હતી. જ્યારે બીજી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટે 323 રને ઇનિંગ ડિકલેર કરી દીધી હતી. બીજી ઈનિંગમાં પણ રોહિત શર્માએ (127) સદી ફટકારી હતી. જ્યારે પુજારા 81 રન અને રવિન્દ્ર જાડેજાએ 40 રન બનાવ્યા હતા. મયંક અગ્રવાલ માત્ર 7 રન જ બનાવી શક્યો હતો. વિરાટ કોહલી(31) અને અજીંક્ય રહાણે(27) નોટ આઉટ રહ્યાં હતા. That will be Stumps on Day 4. #TeamIndia have managed to pick a wicket before close of play (SA 11/1). South Africa require 384 runs, & India 9 wickets to win the 1st Test #INDvSA pic.twitter.com/WjPIs55qsM Back to back ????s for the HITMAN. What a player ???????? pic.twitter.com/fhNkhvik2i

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Embed widget