શ્રીલંકા પ્રવાસ દરમિયાન રાહુલ દ્રવિડ બનશે કૉચ, આ ખેલાડી બની શકે છે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન, જાણો વિગતે
ક્રિકબઝના રિપોર્ટ પ્રમાણે, રાહુલ દ્રવિડનુ શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઇન્ડિયાની સાથે જવુ નક્કી છે. આ ઉપરાંત નેશનલ ક્રિકેટ એકેડમીના કેટલાક બીજા મેમ્બર્સ પણ શ્રીલંકા પ્રવાસ પર કૉચિંગ સ્ટાફનો ભાગ બનશે. અત્યાર સુધી જે માહિતી સામે આવી છે તે પ્રમાણે શ્રીલંકામાં ખેલાડીઓને પ્રેક્ટિસ કરવા માટે એક અઠવાડિયાનુ સમય મળશે.
IND Vs SL: ભારતીય ક્રિકેટ ટીમ આગામી મહિને લિમીટેડ ઓવર સીરીઝ રમવા માટે શ્રીલંકા જશે. મુખ્ય કૉચ રવિ શાસ્ત્રીના ઇંગ્લેન્ડ પ્રવાસમાં વ્યસ્ત હોવાના કારણે શ્રીલંકામાં રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાના કૉચની ભૂમિકા નિભાવશે. આ ઉપરાંત લિમીટેડ ઓવરોના દિગ્ગજ ઓપનર શિખર ધવન પહેલીવાર ટીમની કમાન સંભાળતો દેખાઇ શકે છે.
ક્રિકબઝના રિપોર્ટ પ્રમાણે, રાહુલ દ્રવિડનુ શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઇન્ડિયાની સાથે જવુ નક્કી છે. આ ઉપરાંત નેશનલ ક્રિકેટ એકેડમીના કેટલાક બીજા મેમ્બર્સ પણ શ્રીલંકા પ્રવાસ પર કૉચિંગ સ્ટાફનો ભાગ બનશે. અત્યાર સુધી જે માહિતી સામે આવી છે તે પ્રમાણે શ્રીલંકામાં ખેલાડીઓને પ્રેક્ટિસ કરવા માટે એક અઠવાડિયાનુ સમય મળશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ ખેલાડીઓને પ્રેક્ટિસ માટે બેગ્લુંરુમાં કેમ્પનુ આયોજન કરવા ઇચ્છતુ હતુ, પરંતુ કોરોના વાયરસના કારણે ખરાબ થયેલી પરિસ્થિતિથી બીસીસીસીઆઇની મુશ્કેલીઓ વધી છે. આ ઉપરાંત હાલના લૉકડાઉનની સ્થિતિને ધ્યાનમાં રાખતા બેંગ્લુરુમાં ભેગા થવુ શક્ય નથી.
શિખર ધવનનુ કેપ્ટન બનવુ નક્કી
ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, જે ખેલાડીઓને શ્રીલંકા પ્રવાસ માટે પસંદ થવાનુ છે, તેમને રવાના થતા પહેલા ઇન્ડિયામાં જ ક્વૉરન્ટાઇન રહેવુ પડશે. આ ઉપરાંત જરૂર પડવા પર ખેલાડીઓને શ્રીલંકામાં પણ ક્વૉરન્ટાઇન થવુ પડી શકે છે.
શ્રીલંકા સરકારના હાલના નિયમ પ્રમાણે ભારતના જે લોકોને વેક્સિનના બન્ને ડૉઝ લઇ લીધા છે, તેમને ફક્ત એક જ દિવસ ક્વૉરન્ટાઇન રહેવુ પડશે. આ નિયમ 30 જૂન સુધી લાગુ છે, પરંતુ જ્યારે ઇન્ડિયન ક્રિકેટ ટીમ રવાના થશે ત્યારે અલગ નિયમ જોવા મળી શકે છે. શ્રીલંકા પ્રવાસ માટે ટીમ સિલેક્શનને લઇને કોઇ જાણકારી સામે નથી આવી. શ્રેયસ અય્યર અનફિટ હોવાના કારણે શ્રીલંકા પ્રવાસ પર ટીમની સાથે રવાના નહીં થાય. આવી સ્થિતિમાં શિખર ધવનને ટીમનો કેપ્ટન બનાવવાનુ નક્કી માનવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી જે માહિતી સામે આવી છે તે પ્રમાણે શ્રીલંકામાં ખેલાડીઓને પ્રેક્ટિસ કરવા માટે એક અઠવાડિયાનુ સમય મળશે.