India At Asian Para Games 2023: એશિયન પેરા ગેમ્સમાં ગુજરાતની ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે જીત્યો બ્રોન્ઝ મેડલ
India At Asian Para Games 2023: એશિયન પેરા ગેમ્સમાં ત્રીજા દિવસે ગુજરાતની ટેબલ ટેનિસની મહિલા ખેલાડી ભાવિના પટેલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો
India At Asian Para Games 2023: એશિયન પેરા ગેમ્સમાં ત્રીજા દિવસે ગુજરાતની ટેબલ ટેનિસની મહિલા ખેલાડી ભાવિના પટેલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભાવિના પટેલે ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સમાં ક્લાસ 4 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
Bhavina Patel grabs Bronze for 🇮🇳🥉!@BhavinaOfficial, the TT sensation, secures a spectacular Bronze in Table Tennis Women's Singles - Class 4 event at the #AsianParaGames2022.🏆💪✌️
— SAI Media (@Media_SAI) October 25, 2023
A massive congratulations to the champion 🏓🇮🇳! Keep the medals coming! 🥳👏… pic.twitter.com/ZeKoIbKe8r
એશિયન પેરા ગેમ્સના ત્રીજા દિવસની શરૂઆતમાં ભારતના પેરા એથ્લેટ સુમિત એન્ટિલે ઈતિહાસ રચ્યો હતો. તેણે હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન પેરા ગેમ્સ 2023માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
🇮🇳🥇🥉 Unbelievable feat by our Para Javelin Champs at the #AsianParaGames2022!
— SAI Media (@Media_SAI) October 25, 2023
Sumit Antil and Pushpendra Singh kept Podium Dominance by winning 2 medals for India in the Men's Javelin F64 event.
🥇 #TOPScheme Athlete @sumit_javelin clinched Gold with a remarkable throw of… pic.twitter.com/sfHjn7hnl7
સુમિતે 73.29 મીટરના અસાધારણ થ્રો સાથે ગોલ્ડ મેડલ મેળવીનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો સાથે જ પુષ્પેન્દ્ર સિંહે 62.06 મીટરના જોરદાર થ્રો સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
પ્રાચી યાદવ મંગળવારે અહીં એશિયન પેરા ગેમ્સમાં પેરા કેનોઇંગ (સેઇલ સેલિંગ)માં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની હતી. તેણે સતત બીજા દિવસે દેશ માટે મેડલ જીત્યો. ભારતે મંગળવારે સ્પર્ધાના બીજા દિવસે ચાર ગોલ્ડ સહિત 18 મેડલ જીત્યા હતા. આ સાથે દેશના કુલ મેડલની સંખ્યા 35 થઈ ગઈ છે. ભારત ટેબલમાં 10 ગોલ્ડ, 12 સિલ્વર અને 13 બ્રોન્ઝ સાથે ચીન (155), ઈરાન (44) અને ઉઝબેકિસ્તાન (38) પાછળ છે.
સોમવારે કેનોઇંગ VL2 કેટેગરીમાં સિલ્વર મેડલ જીતનારી પ્રાચીએ KL2 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને આ ગેમ્સનો બીજો મેડલ જીત્યો હતો. દીપ્તિ જીવનજી (મહિલા T20 400m), શરથ શંકરપ્પા મકનહલ્લી (પુરુષોની T13 5000 મીટર) અને નીરજ યાદવ (પુરુષોની F54/55/56 ડિસ્કસ થ્રો) મંગળવારે અન્ય ગોલ્ડ મેડલ વિજેતા હતા.28 વર્ષની પ્રાચીએ KL2 ઈવેન્ટમાં 500 મીટરનું અંતર કાપવામાં 54.962 સેકન્ડનો સમય લીધો હતો. તે ગ્વાલિયરની રહેવાસી છે. આ પછી દીપ્તિએ મહિલા ટી20 કેટેગરીમાં 400 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
એથ્લેટ્સ માટેની આ સ્પર્ધામાં દીપ્તિએ 56.69 સેકન્ડના સમય સાથે ગેમ્સ અને એશિયન રેકોર્ડ બનાવ્યો. મકનહલ્લી 20:18.90 ના સમય સાથે દૃષ્ટિહીન દોડવીરો દ્વારા 5000 મીટરની સ્પર્ધા જીતી હતી. આ ઈવેન્ટમાં માત્ર બે જ ખેલાડીઓએ ભાગ લીધો હોવાથી માત્ર એક ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો.
ભારતીયોએ પુરુષોની F54/55/56 ડિસ્કસ થ્રો ઇવેન્ટમાં ત્રણેય મેડલ જીત્યા. જેમાં નીરજ યાદવે 38.56 મીટરના એશિયન રેકોર્ડ અંતર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. યોગેશ કથુનિયા (42.13 મીટર) અને મુથુરાજા (35.06 મીટર) અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા હતા.