Watch: સાઉથ આફ્રિકામાં ભારતનું રાષ્ટ્રગાન વચ્ચે જ થયું બંધ, બાદ ભારતીય ખેલાડીઓએ એવું રિએકશન આપ્યું કે સર્જોયો વિવાદ
India vs South Africa 1st T20: ડરબનમાં દક્ષિણ આફ્રિકા સામેની T20 મેચ પહેલા ટેકનિકલ ખામીને કારણે બે વખત ભારતનું રાષ્ટ્રગીત બંધ થઇ ગયું હતુ
Indian National Anthem Controversy IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શુક્રવારે ડરબનમાં પ્રથમ T20 મેચ રમાઈ હતી. સંજુ સેમસનની વિસ્ફોટક સદી અને પછી સ્પિનરોની શાનદાર બોલિંગના આધારે ટીમ ઈન્ડિયાએ યજમાન ટીમને 61 રનથી હરાવીને ચાર મેચોની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. દરમિયાન, ભારત vs દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ T20 મેચ પહેલા, કંઈક એવું બન્યું જેણે ભારતીય ચાહકોને નારાજ કર્યા.
ડરબનમાં મેચ પહેલા બંને ટીમના ખેલાડીઓ મેદાનમાં આવ્યા અને રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું. આ એક એવી ક્ષણ છે, જ્યારે સ્ટેડિયમમાં હાજર દર્શકો અને ટીવી પર મેચ જોઈ રહેલા પ્રશંસકો ભાવુક થઈ જાય છે. તમે ઘણી વખત જોયું હશે કે, રાષ્ટ્રગીત દરમિયાન ખેલાડીઓની આંખમાં પણ આંસુ આવી જાય છે. તેઓ ભાવુક થઇ જાય છે. જો કે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ પહેલા કંઈક એવું થયું જેણે બધાને ચોંકાવી દીધા.
Technical issues while playing India national anthem at South Africa #INDvSA pic.twitter.com/zERCrEi3DV
— Mr.Perfect 🗿 (@gotnochills007) November 8, 2024
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) November 8, 2024
ભારતનું રાષ્ટ્રગીત બે વાર બંધ થયું
ડરબનમાં દક્ષિણ આફ્રિકા સામેની T20 મેચ પહેલા ટેકનિકલ ખામીને કારણે રાષ્ટ્રગાન બે વખત બંધ કરવામાં આવ્યું હતું. આ ઘટનાએ સમયે ખેલાડીઓને હસતા અને તાળી પાડતા જોતા લોકો નારાજ થા છે. આ ઘટનાને લઇને આ ખેલાડીઓને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર ફેન્સે ઠાલવ્યો રોષ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ટેકનિકલ ખામીના કારણે ભારતનું રાષ્ટ્રગીત બે વખત બંધ કરવામાં આવ્યું હતું. જ્યારે આ બન્યું, ત્યારે કેમેરાનું ધ્યાન સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ પર ગયું જેઓ હસતા અને તાળીઓ પાડતા જોવા મળ્યા. આ ક્લિપ જોઈને ચાહકો રોષે ભરાયા છે. ફેન્સ રાષ્ટ્રગાનનું અપમાન કર્યાના આક્ષેપ લગાવી રહ્યાં છે.
ઉલ્લેખનિય છે કે, ડરબનમાં T20 મેચ પહેલા બે વખત ભારતીય રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું. જ્યારે પહેલીવાર રાષ્ટ્રગીત વગાડવામાં આવી રહ્યું હતું, ત્યારે સાઉન્ડ સિસ્ટમમાં થોડી સમસ્યા હતી જેના કારણે તે બંધ થઈ ગયું હતું. આ પછી ફરીથી રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું અને વીડિયોમાં ભારતીય ખેલાડીઓ રાષ્ટ્રગીત ગાતા જોવા મળ્યા.
સંજુ સેમસને રેકોર્ડબ્રેક સદી ફટકારી હતી
ટીમ ઈન્ડિયાના ઓપનર સંજુ સેમસને ડરબનમાં સાઉથ આફ્રિકા સામેની પ્રથમ T20માં શાનદાર સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. તે T20 ઈન્ટરનેશનલમાં સતત બે સદી ફટકારનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો ત્રીજો ખેલાડી બન્યો. આ પહેલા તેણે હૈદરાબાદમાં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. સંજુએ 50 બોલમાં 107 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 7 ફોર અને 10 સિક્સર ફટકારી હતી.