Olympics 2036: ભારતે 2036 ઓલિમ્પિકના આયોજનની રજૂ કરી દાવેદારી, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Olympics 2036: 2036માં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ ક્યાં યોજાશે તે હજુ નક્કી થયું નથી.
India Olympics 2036: ઓલિમ્પિક્સ 2024 પેરિસમાં રમાઈ હતી. આ પછી આગામી ઓલિમ્પિક્સ એટલે કે 2028 યુનાઇટેડ સ્ટેટ્સના લોસ એન્જલસમાં રમાશે. આ પછી 2032ની યજમાની માટે દેશ અને શહેર પણ નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ 2036માં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ ક્યાં યોજાશે તે હજુ નક્કી થયું નથી. હવે સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ભારતે 2036માં યોજાનાર ઓલિમ્પિકનું આયોજન કરવાનો દાવો રજૂ કર્યો છે.
India’s Bid for 2036 Olympics- Prime Minister Narendra Modi's vision to host the 2036 Olympics and Paralympics has advanced as the Indian Olympic Association formally submitted a Letter of Intent to the IOC on October 1, 2024 : Sources pic.twitter.com/IB3TwCXxKx
— IANS (@ians_india) November 5, 2024
નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે ભારતમાં ઓલિમ્પિક 2036 યોજાવાના સમાચાર સામે આવ્યા છે. આ પહેલા પણ આ અંગે કેટલાક અહેવાલો સામે આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત 2036માં યોજાનારા ઓલિમ્પિકના આયોજન માટે દાવો રજૂ કરી શકે છે. જ્યારે 2036 પહેલા 2032 ઓલિમ્પિક ગેમ્સ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં યોજાશે.
સમાચાર એજન્સી IANS એ એક સ્ત્રોતને ટાંકીને કહ્યું કે ભારતે ઓલિમ્પિક 2036 માટે બિડ સબમિટ કરી છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશને ઔપચારિક રીતે ઑક્ટોબર 1, 2024 ના રોજ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) ને ઔપચારિક રીતે આશય પત્ર સુપરત કર્યો હોવાથી ઓલિમ્પિકનું આયોજન કરવાની ભારતની તકો વધી ગઈ છે.
વડાપ્રધાન મોદીએ ઓલિમ્પિક 2036 વિશે વાત કરી હતી
ભારતે ગયા વર્ષે એટલે કે ઓક્ટોબર 2023માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના 141મા સત્રનું આયોજન કર્યું હતું. આ સત્ર ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું, જેના ઉદ્ઘાટન સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ પછી 15 ઓગસ્ટના અવસર પર પીએમ મોદીએ ફરી એકવાર લાલ કિલ્લા પરથી 2036 ઓલિમ્પિકની યજમાની કરવાના સંકલ્પને ફરી ઉચાર્યો હતો.
જો કે, નોંધનીય છે કે કોઈપણ દેશને ઓલિમ્પિકની યજમાનીની તક મેળવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઓલિમ્પિક્સની યજમાની કરવાની તક મેળવવા માટે પ્રથમ તબક્કો ઇચ્છા વ્યક્ત કરવાનો હોય છે. ભારત તરફથી આ ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે.