ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયામાં થઇ શકે છે આ મોટો ફેરફાર, આ ખેલાડીને મળશે મોકો
બીસીસીઆઇ બહુ જલ્દી ભરતને લઇને સત્તાવાર રીતે નિવેદન આપી શકે છે. આંધ્ર ક્રિકેટ સંઘ સાથે જોડાયેલા એક અધિકારીએ કહ્યું- હા, ભરતને સ્ટેન્ડબાય તરીકે પસંદ કરવામાં આવ્યો છે, પરંતુ તે ત્યારે જ ઇંગ્લેન્ડ જઇ શકે છે જ્યારે બીસીસીઆઇ કોઇ નિવેદન જાહેર કરે.
નવી દિલ્હીઃ ઇન્ડિયન ક્રિકેટ ટીમ 2જી જૂને આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ રમવા માટે ઇંગ્લેન્ડ રવાના થશે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ટીમ ઇન્ડિયાને ઇંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ મેચોની સીરીઝ પણ રમવી છે. ઇંગ્લેન્ડ રવાના થતા ઠીક પહેલા ટીમ ઇન્ડિયામાં એક ફેરફાર થઇ શકે છે. આંધ્રના વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરતને અનુભવી રિદ્ધિમાન સાહાના કવર તરીકે ઇંગ્લેન્ડ મોકલવામાં આવી શકે છે.
ખરેખરમાં, વિકેટકીપર સાહા તાજેતરમાં જ કોરોનાથી સાજો થયો છે, અને તે પોતાના ઘર કોલકત્તા પરત ફર્યો છે. જોકે સાહાને 24 મેએ મુંબઇમાં બાયૉ બબલમાં ટીમની સાથે જોડાવવાનુ છે, અને તેના એક અઠવાડિયા બાદ ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થશે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ભરતને સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યો છે. સાહા ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતી વખતે કોરોના વાયરસ પૉઝિટીવ થયો હતો. ઉલ્લેખનીય છે કે વિકેટકીપર તરીકે ઇંગ્લેન્ડ પ્રવાસ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ માટે અગાઉથી ઋષભ પંતનો સમાવેશ થયેલો છે.
પહેલા પણ કવર તરીકે ટીમ ઇન્ડિયાની સાથે જોડાઇ ચૂક્યો છે કેએસ ભરત.....
બીસીસીઆઇ બહુ જલ્દી ભરતને લઇને સત્તાવાર રીતે નિવેદન આપી શકે છે. આંધ્ર ક્રિકેટ સંઘ સાથે જોડાયેલા એક અધિકારીએ કહ્યું- હા, ભરતને સ્ટેન્ડબાય તરીકે પસંદ કરવામાં આવ્યો છે, પરંતુ તે ત્યારે જ ઇંગ્લેન્ડ જઇ શકે છે જ્યારે બીસીસીઆઇ કોઇ નિવેદન જાહેર કરે.
કેએસ ભરતે અત્યાર સુધી 78 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 4283 રન બનાવ્યા છે, અને તેને સ્ટેમ્પની પાછળ 301 શિકાર કર્યા છે. ભરત હાલ ટીમ ઇન્ડિયાના કેમ્પ સાથે મુંબઇમાં છે. એટલુ જ નહીં ભરત ઇન્ડિયા-એ ટીમ સાથે નિયમિત રીતે બનેલા છે, અને તે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઘરેલી સીરીઝમાં ભારતનો સ્ટેન્ડ બાય પણ હતો. ભરત આ પહેલા નવેમ્બર 2019 અને જાન્યુઆરી 2020 માં કવર તરીકે ભારતીય ટીમ સાથે જોડાઇ ચૂક્યો છે.