આજે ભારત માટે છે એક સાથે બબ્બે મહત્વની મેચો, ટીમ ઇન્ડિયાને શું થશે ફાયદો ને નુકસાન, જાણો વિગતે
ટીમ ઇન્ડિયાને જો સેમિ ફાઇનલ સુધી પહોચવુ હોય તો બાકી બચેલી ત્રણેય મેચોમાં મોટા અંતરની જીતની સાથે સાથે અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડની મેચ મહત્વી છે.
![આજે ભારત માટે છે એક સાથે બબ્બે મહત્વની મેચો, ટીમ ઇન્ડિયાને શું થશે ફાયદો ને નુકસાન, જાણો વિગતે India vs Afghanistan T20 : Today Two matches more important for team india આજે ભારત માટે છે એક સાથે બબ્બે મહત્વની મેચો, ટીમ ઇન્ડિયાને શું થશે ફાયદો ને નુકસાન, જાણો વિગતે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/02/3e4e88ac994d95f1fb2e7d14b6554a05_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ટી20 વર્લ્ડકપમાં આજે ભારતીય ટીમ માટે ખાસ મહત્વનો દિવસ છે, આજે ટી20 વર્લ્ડકપમાં બે મહત્વની મેચો રમાવવાની છે, જેની હાર જીત પર ભારતીય ટીમનો આગળનો સફર નક્કી થઇ શકે છે. ટીમ ઇન્ડિયા ટૂર્નામેન્ટની પ્રથમ બે મેચોમાં કારમી હાર મળી છે, હવે ટીમ ઇન્ડિયાને અફઘાનિસ્તાન પર વધુ આધાર રાખવો પડી શકે છે. ટીમ ઇન્ડિયાને જો સેમિ ફાઇનલ સુધી પહોચવુ હોય તો બાકી બચેલી ત્રણેય મેચોમાં મોટા અંતરની જીતની સાથે સાથે અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડની મેચ મહત્વી છે.
ભારતીય ટીમ માટે આજે બબ્બે મહત્વની મેચો -
ટી20 વર્લ્ડકપમાં આજે બે મેચો રમાવવાની છે, જેમાં બપોરે 3.30 વાગે ન્યૂઝીલેન્ડની ટીમ સામે સ્કૉટલેન્ડની ટીમ ટકરાશે, ન્યૂઝીલેન્ડ અને સ્કૉલેન્ડની હાર જીત ભારત માટે મહત્વની છે, કેમ કે આજની મેચમાં જો સ્કૉટલેન્ડ ન્યૂઝીલેન્ડને હરાવી દે છે, તો ભારત માટે રાહતના સમાચાર ગણી શકાય.
જ્યારે બીજી મેચ સાંજે 7.30 વાગે ભારતીય ટીમ ખુદ અફઘાનિસ્તાન સામે રમવા માટે મેદાનમાં ઉતરશે. જો ભારતીય ટીમને સેમિ ફાઇનલની આશા જીવંત રાખવી છે, તો આજની મેચમાં અફઘાનિસ્તાનને મોટા માર્જીનથી હરાવવુ જરૂરી છે. એટલે પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડની હાર અને બીજી મેચમાં અફઘાનિસ્તાનની હાર ભારત માટે મહત્વની છે, એટલે કહી શકાય કે આજે ભારતીય ટીમ માટે બબ્બે મહત્વની મેચો છે.
ટી20 વર્લ્ડકપમાં પૉઇન્ટ ટેબલ-
પૉઇન્ટ ટેબલની વાત કરીએ તો સુપર 12માં ગૃપ 2માં પાકિસ્તાન શાનદાર રમત બતાવીને પોતાની પ્રથમ ચાર મેચોમાં જીત મેળવી ચૂક્યુ છે. પાકિસ્તાન હાલમાં 8 પૉઇન્ટ સાથે ટૉપ પર છે, જ્યારે બીજા નંબરની રેસમાં અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને નામિબિયા રેસમાં છે, જ્યારે ભારત પૉઇન્ટ ટેબલમાં પાંચમા નંબર પર છે, કેમ કે ભારતીય ટીમ હજુ સુધી એકપણ મેચ નથી જીતી શક્યુ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)