શોધખોળ કરો
Advertisement
INDvAUS: ઓસ્ટ્રેલિયાનો 3-2થી શ્રેણી વિજય, અંતિમ વન ડેમાં ટીમ ઈન્ડિયાની 35 રનથી હાર
નવી દિલ્હીઃ પાંચ વન ડે મેચની શ્રેણી પૈકીની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયા મેચ જીતવા આપેલા 273 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારતીય ટીમ 50 ઓવરમાં 237 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા મેચ રનથી જીતવાની સાથે શ્રેણી 3-2થી જીતી લીધી હતી. ભારત તરફથી રોહિત શર્માએ સર્વાધિક 56 રન બનાવ્યા હતા. કેદાર જાધવે 44 અને ભુવનેશ્વર કુમારે 46 રનનું યોગદાન આપ્યું હતું. પાંચ મેચની સીરિઝમાં 2-0થી પાછળ રહ્યા બાદ પ્રવાસી ટીમ 3-2થી જીત મેળવીને ઇતિહાસ રચ્યો હતો.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 272 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજાએ 100 તથા પીટર હેન્ડ્સકોમ્બે 52 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 48 રનમાં 3, જાડેજાએ 42 રનમાં 2, અને શમીએ 57 રનમાં બે વિકેટ લીધી હતી. કુલદીપ યાદવ આજે ફરી ખર્ચાળ સાબિત થયો હતો. 10 ઓવરમાં તેણે 74 રન આપીને 1 વિકેટ ઝડપી હતી.Fifth ODI: Australia beat India by 35 runs, win the 5 match series 3-2 #INDvsAUS pic.twitter.com/4VGJGoNdke
— ANI (@ANI) March 13, 2019
પાંચમી વનડે માટે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફારો કરવામાં આવ્યા હતા. ચહલ અને લોકેશ રાહુલની જગ્યાએ રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીને સામેલ કરવામા આવ્યા હતા. ઓસ્ટ્રેલિયન ટીમ પણ બે ફેરફારો સાથે મેદાનમાં ઉતરી હતી. શોન માર્શની જગ્યાએ માર્કસ સ્ટૉઇનિસ અને જેસન બેહરેનડોર્ફની જગ્યાએ નાથન લિયોનને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. INDvAUS: રોહિત શર્માએ સૌરવ ગાંગુલીના રેકોર્ડની કરી બરાબરી, જાણો વિગતAustralia win in Delhi to complete a stunning series comeback!
India are all out for 237 - Australia win by 35 runs and take the ODI series 3-2 after being 2-0 down! ????#INDvAUS scorecard ➡️ https://t.co/wddooT6AeU pic.twitter.com/XTqJdWU2Ik — ICC (@ICC) March 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement