એડિલેડઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રણ મેચની શ્રેણી પૈકીની એડિલેડમાં રમાયેલી બીજી મેચમાં મંગળવારે ભારતનો 6 વિકેટથી વિજય થયો હતો. આ સાથે જ સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ મેચ જીતવા આપેલા 299 રનનો ટાર્ગેટ ભારતે 49.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. મેચ જીત્યા બાદ પ્રેઝન્ટેશનમાં ધોનીએ સ્વિંગ બોલર ભુવનેશ્વર કુમારના જોરદાર વખાણ કર્યા હતા.
2/3
જેના કારણે ઓસ્ટ્રેલિયા 300 રનનો સ્કોર પાર કરી શક્યું નહોતું. ભુવીએ બોલ દ્વારા શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે ડેથ ઓવરમાં બોલિંગમાં આવ્યો અને ભારતને ગેમમાં પરત લાવ્યો હતો. ભુવનેશ્વરે 10 ઓવરમાં 45 રન આપીને 4 વિકેટ લીધી હતી.
3/3
કોહલીએ કહ્યું કે, ભુવનેશ્વર કુમારે ડેથ ઓવરના સ્પેલમાં 15 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જેના કારણે યજમાન ટીમ 30 રન ઓછા બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાએ ધીમી પણ મક્કમ શરૂઆત કરી ત્યારે ભુવનેશ્વર કુમારે ફીંચને આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. આ ઉપરાંત જ્યારે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન શોન માર્શ અને ગ્લેન મેક્સવેલ અંતિમ ઓવરમાં આક્રમક બેટિંગ કરતા હતા ત્યારે ભુવનેશ્વરે બંનેને એક જ ઓવરમાં આઉટ કરીને રન ગતિ પર બ્રેક મારી હતી.