શોધખોળ કરો
Ind vs Aus: રોહિત શર્માને ટેસ્ટ ટીમમાં મળ્યું સ્થાન, જાણો ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં બીજો શું થયો બદલાવ
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ત્રણ મેચની ટી-20 સીરિઝ, ત્રણ મેચની વન ડે સીરિઝ અને ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમશે.
![Ind vs Aus: રોહિત શર્માને ટેસ્ટ ટીમમાં મળ્યું સ્થાન, જાણો ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં બીજો શું થયો બદલાવ India vs Australia Latest update on India tour of Australia Check details Ind vs Aus: રોહિત શર્માને ટેસ્ટ ટીમમાં મળ્યું સ્થાન, જાણો ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં બીજો શું થયો બદલાવ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/09224110/team-india2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(ફાઈલ તસવીર)
IND v AUS: ઓસ્ટ્રેલિયા પ્રવાસે જનારી ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. જોકે તેમાં એકેય ફોર્મેટમાં રોહિત શર્માનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. જે બાદ રવિવારે બીસીસીઆઈની મેડિકલ ટીમે ઈજાના રિપોર્ટ અને અપડેટ પ્રાપ્ત કરીને ટીમમાં બદલાવ કર્યો છે. બીસીસીઆઈ મેડિકલ ટીમ રોહિત શર્માની ફિટનેસ પર ધ્યાન રાખી રહી છે. તેને વન ડે અને ટી-20 ટીમમાં આરામ આપવામાં આવ્યો છે અને ટેસ્ટ સીરિઝમાં સામેલ કરાયો છે.
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ત્રણ મેચની ટી-20 સીરિઝ, ત્રણ મેચની વન ડે સીરિઝ અને ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમશે.
સંજુ સેમસનઃ પસંદગી સમિતિએ સંજુ સેમસનને ભારતની વન ડે ટીમમાં વધારાના વિકેટ કિપર તરીકે સામેલ કર્યો છે.
ઈશાંત શર્માઃ ભારતીય ફાસ્ટ બોલર બેંગ્લુરુમાં રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે. તે પૂરી રીતે ફિટ થઈ જશે ત્યારે ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરાશે.
વરુણ ચક્રવર્તીઃ સ્પિનરને ખભાની ઈજાના કારણે ટી-20 શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. પસંદગીકર્તાએ તેના સ્થાને ટી નટરાજનને સામેલ કર્યો છે.
કમલેશ નાગરકોટીઃ યુવા ફાસ્ટ બોલર ઓસ્ટ્રેલિયા પ્રવાસે નહીં જાય. તે બોલિંગને લઇ મેડિકલ ટીમ સાથે કામ કરી રહ્યો છે.
દિવાળી પર કાર લઈને ફરવા જવાનો પ્લાન છે ? જો તમારી કારમાં આ ટુલ્સ ન હોય તો આજે જ વસાવી લેજો, લાગશે કામમાં
ફાધર વાલેસના નિધન પર PM મોદી અને CM રૂપાણીએ ટ્વિટ કરીને શું કહ્યું, જાણો વિગત
સુરતઃ સ્પાની કેબિનમાં યુવક યુવતી સાથે શરીર સુખ માણી રહ્યો હતો ને પોલીસ ત્રાટકી, જાણો પછી શું થયું ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)