શોધખોળ કરો
દિવાળી પર કાર લઈને ફરવા જવાનો પ્લાન છે ? જો તમારી કારમાં આ ટુલ્સ ન હોય તો આજે જ વસાવી લેજો, લાગશે કામમાં
કારની સામાન્ય સમસ્યાના ઉકેલ માટે જેક અને એક્સલ સ્ટેન્ડ હંમેશા ઉપયોગી બને છે. મોટા ભાગની કારમાં એક્સલ સ્ટેન્ડના ઉપયોગ માટે કારની નીચે કંપનીએ નિર્ધારિત કરેલો એક સ્લોટ હોય છે.

(ફાઈલ તસવીર)
દિવાળીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે. હાલ કોરોના કાળમાં ઘણા લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટના બદલે પોતાની કારમાં પ્રવાસ કરવાનું પસંદ કરે છે. જો તમે પણ આવું વિચારતા હોવ તો એક ટુલ કિટ વસાવી લેજો.જોકે ઘણીવાર એવો સમય આવે છે કે તમે ટ્રાવેલિંગ દરમિયાન કારને મિકેનિક્સ કે વર્કશોપ સુધી લાવી શકતા નથી. અહીં અમે કારને રિપેર કરવામાં મદદરૂપ બની શકે તેવા કેટલાંક આવશ્યક ટુલ્સની માહિતી આપીએ છીએ. દરેક કારમાલિકે તેમની કારમાં આ ટુલ્સ હંમેશા રાખવા જોઈએ. અગ્નિશામક સાધનો કારમાં પેટ્રોલ, ડિઝલ અને બેટરી જેવા જ્વલનશીલ પ્રવાહી અને સાધનો હોય છે, જે ઝડપથી આગ પકડી શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આગ ઓલવવામાં મદદરૂપ બની શકે તેવા સાધનો હંમેશા કારમાં રાખવા જોઇએ. આવા ફાયર સાધનોથી મોટી જાનહાની રોકી શકાય છે. અગ્નિશમન માટે આ સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો તેની પણ જાણકારી રાખવી જોઇએ. સ્ક્રુડ્રાઇવર સેટ- રેન્ચ સ્પેનર કારમાં વપરાતા સામાન્ય ટુલ્સમાં આ સાધનોનો સમાવેશ થાય છે. આમાંથી મોટા ભાગના સાધનોનો ઘરમાં પણ વ્યાપક ઉપયોગ થતો હોય છે. કારના એન્જિન, પેનલ્સ, ઇન્ટેરિયર સહિતના વિવિધ ભાગોમાં આ ટુલ્સનો ઉપયોગ થાય છે. દરેક કાર માલિકે કારમાં હંમેશા આ ટુલ્સ રાખવા જોઇએ.
જેક કારની સામાન્ય સમસ્યાના ઉકેલ માટે જેક અને એક્સલ સ્ટેન્ડ હંમેશા ઉપયોગી બને છે. મોટા ભાગની કારમાં એક્સલ સ્ટેન્ડના ઉપયોગ માટે કારની નીચે કંપનીએ નિર્ધારિત કરેલો એક સ્લોટ હોય છે. આ સ્ટેન્ડનો કેવી રીતે અને ક્યારે ઉપયોગ કરવો તેની માહિતી મેળવવા માટે કારના ઓનરશીપ મેન્યુઅલનો અભ્યાસ કરો. ઓઇલ પેન-ડ્રીપ ટ્રે તમારા વાહનમાં નિયમિત અંતરે ઓઇલ ચેન્જ કરવું પડે છે, જેનાથી એન્જિનની કાર્યક્ષમતામાં વધારો થાય છે. કારમાં ઓઇલ બદલવાનું કામ સરળ છે અને તે ઘેર પણ કરી શકાય છે. જોકે આ કામગીરીમાં ઓઇલ ઢોળાય નહીં તેની કાળવી રાખવી જરૂરી છે, કારણે પછી તેને સાફ કરવાનું મુશ્કેલ બની છે. ઓઇલ પેન કે ડ્રિપ ટ્રે રાખવાથી ઓઇલ ઢોળાતું અટકાવી શકાય છે. ટ્રોલી જેક તમારા ઘેર કારને ગ્રાઉન્ડથી ઊંચી કરવાનો સૌથી સામાન્ય રસ્તો ટ્રોલી જેકનો છે. બજારમાં વિવિધ સાઇઝ અને વેઇટના જેક મળે છે. મોટા ભાગના વાહનોનો વાહનની નીચે જેક પોઇન્ટ હોય છે. આ પોઇન્ટથી હંમેશા કારને ઊંચી કરવી જોઇએ.
જમ્પર કેબલ બેટરીની કોઇ જટિલ સમસ્યાના ઉકેલ માટે જમ્પર કેબલ ઉપયોગી છે. જમ્પર કેબલનો ઉપયોગ કરવાનું સરળ છે. બજારમાં વિવિધ સાઇઝ અને ક્ષમતા જમ્પર કેબલ મળે છે. તમારી કારની બેટરીમાં ઉપયોગ કરી શકાય તેવી કેપિસિટીના કેબલની ખરીદી કરો. વ્હિલ ચોક્સ ઘણીવાર બિનજરૂરી લાગે છે, પરંતુ સુરક્ષા માટે વ્હિલ ચોક્સ મહત્ત્વનું સાધન છે. કારને જમીનથી ઊંચી કરવામાં આવી હોય ત્યારે કાર આગળ કે પાછળ ગતિ ન કરે તે માટે ચોક્સ જરૂરી છે. તેનાથી બિનજરૂરી જોખમ ટાળી શકાય છે. આ ઉપરાંત કારમાં ટોર્ચ કે વર્કલાઇટ અને ઓઇલ ફિલ્ટર રેન્જ પણ ઉપયોગી સાધન છે. ફાધર વાલેસના નિધન પર PM મોદી અને CM રૂપાણીએ ટ્વિટ કરીને શું કહ્યું, જાણો વિગત સુરતઃ સ્પાની કેબિનમાં યુવક યુવતી સાથે શરીર સુખ માણી રહ્યો હતો ને પોલીસ ત્રાટકી, જાણો પછી શું થયું ? આધાર કાર્ડ સાથે કયો મોબાઇલ નંબર છે લિંક, જો ભૂલી ગયા છો તો આ રીતે જાણો
જેક કારની સામાન્ય સમસ્યાના ઉકેલ માટે જેક અને એક્સલ સ્ટેન્ડ હંમેશા ઉપયોગી બને છે. મોટા ભાગની કારમાં એક્સલ સ્ટેન્ડના ઉપયોગ માટે કારની નીચે કંપનીએ નિર્ધારિત કરેલો એક સ્લોટ હોય છે. આ સ્ટેન્ડનો કેવી રીતે અને ક્યારે ઉપયોગ કરવો તેની માહિતી મેળવવા માટે કારના ઓનરશીપ મેન્યુઅલનો અભ્યાસ કરો. ઓઇલ પેન-ડ્રીપ ટ્રે તમારા વાહનમાં નિયમિત અંતરે ઓઇલ ચેન્જ કરવું પડે છે, જેનાથી એન્જિનની કાર્યક્ષમતામાં વધારો થાય છે. કારમાં ઓઇલ બદલવાનું કામ સરળ છે અને તે ઘેર પણ કરી શકાય છે. જોકે આ કામગીરીમાં ઓઇલ ઢોળાય નહીં તેની કાળવી રાખવી જરૂરી છે, કારણે પછી તેને સાફ કરવાનું મુશ્કેલ બની છે. ઓઇલ પેન કે ડ્રિપ ટ્રે રાખવાથી ઓઇલ ઢોળાતું અટકાવી શકાય છે. ટ્રોલી જેક તમારા ઘેર કારને ગ્રાઉન્ડથી ઊંચી કરવાનો સૌથી સામાન્ય રસ્તો ટ્રોલી જેકનો છે. બજારમાં વિવિધ સાઇઝ અને વેઇટના જેક મળે છે. મોટા ભાગના વાહનોનો વાહનની નીચે જેક પોઇન્ટ હોય છે. આ પોઇન્ટથી હંમેશા કારને ઊંચી કરવી જોઇએ.
જમ્પર કેબલ બેટરીની કોઇ જટિલ સમસ્યાના ઉકેલ માટે જમ્પર કેબલ ઉપયોગી છે. જમ્પર કેબલનો ઉપયોગ કરવાનું સરળ છે. બજારમાં વિવિધ સાઇઝ અને ક્ષમતા જમ્પર કેબલ મળે છે. તમારી કારની બેટરીમાં ઉપયોગ કરી શકાય તેવી કેપિસિટીના કેબલની ખરીદી કરો. વ્હિલ ચોક્સ ઘણીવાર બિનજરૂરી લાગે છે, પરંતુ સુરક્ષા માટે વ્હિલ ચોક્સ મહત્ત્વનું સાધન છે. કારને જમીનથી ઊંચી કરવામાં આવી હોય ત્યારે કાર આગળ કે પાછળ ગતિ ન કરે તે માટે ચોક્સ જરૂરી છે. તેનાથી બિનજરૂરી જોખમ ટાળી શકાય છે. આ ઉપરાંત કારમાં ટોર્ચ કે વર્કલાઇટ અને ઓઇલ ફિલ્ટર રેન્જ પણ ઉપયોગી સાધન છે. ફાધર વાલેસના નિધન પર PM મોદી અને CM રૂપાણીએ ટ્વિટ કરીને શું કહ્યું, જાણો વિગત સુરતઃ સ્પાની કેબિનમાં યુવક યુવતી સાથે શરીર સુખ માણી રહ્યો હતો ને પોલીસ ત્રાટકી, જાણો પછી શું થયું ? આધાર કાર્ડ સાથે કયો મોબાઇલ નંબર છે લિંક, જો ભૂલી ગયા છો તો આ રીતે જાણો વધુ વાંચો