ભારતીય સમય પ્રમાણે સવારે 5.00 કલાકથી મેચનો પ્રારંભ થશે. મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ પરથી જોઈ શકાશે. અંગ્રેજી કોમેન્ટ્રી સોની સિક્સ અને સોની સિક્સ HD પરથી તથા હિન્દી કોમેન્ટ્રી સોની ટેન 3 અને સોની ટેન 3 HD પરથી પ્રસારિત થશે. સોની LIV પરથી મેચનું લાઇવ સ્ટ્રિમિંગ નિહાળી શકાશે.
સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 જાન્યુઆરી, 2019ને ગુરૂવારથી સિડનીમાં શ્રેણીની ચોથી અને આખરી ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. શ્રેણીમાં 2-1થી અજેય સરસાઈ ધરાવતી ટીમ ઈન્ડિયાએ અંતિમ ટેસ્ટ માટે ભારતીય ટીમના 13 ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. ભારતીય ટીમમાં ફાસ્ટ બોલર ઈશાંત શર્માના સ્થાને ઉમેશ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે.
4/4
મેલબોર્નમાં રમાયેલી ત્રીજી મેચમાં ભારતીય ટીમનો સભ્ય રોહિત શર્મા પિતા બન્યો હોવાથી સ્વદેશ પરત ફરી ચુક્યો છે. તેના સ્થાને રવિચંદ્રન અશ્વિન અને કુલદીપ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમમાં અશ્વિનને સમાવવો કે નહીં તે અંગેનો નિર્ણય આવતીકાલે સવારે લેવામાં આવશે. લોકેશ રાહુલનો પણ 13 સભ્યોની ટીમમાં સમાવેશ કરાયો છે.