શોધખોળ કરો
Advertisement
IND vs AUS: બીજા દિવસના અંતે ટીમ ઇન્ડિયાના ત્રણ વિકેટે 172 રન , કોહલી-રહાણેની અડધી સદી
પર્થઃ ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમતના અંતે ટીમ ઇન્ડિયાએ ત્રણ વિકેટના નુકસાન પર 172 રન બનાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગમાં 326 રન પર ઓલઆઉટ થઇ ગઇ છે. રહાણે 51 અને વિરાટ કોહલી 82 રન પર રમતમાં છે. કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરની 20મી જ્યારે રહાણેએ પોતાના ટેસ્ટ કરિયરની 17મી અડધી સદી ફટકારી હતી. ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને ત્રીજી જ ઓવરમાં મિશેલ સ્ટાર્કે પોતાની ઇનસ્વિંગ બોલ પર મુરલી વિજયને બોલ્ડ કર્યો હતો. મુરલી વિજય શૂન્ય પર આઉટ થયો હતો. લંચન બાદ જોશ હેઝલવૂડે ભારતને બીજો ઝટકો આપ્યો હતો. લોકેશ રાહુલ હેઝલવૂડની બોલ પર બોલ્ડ થયો હતો.
પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ માર્ક્સ હેરિસે 70 રન બનાવ્યા હતા. તે સિવાય ટ્રેવિસ હેડે 58 અને ફિંતે 50 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી ઇશાંત શર્માએ સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે બુમરાહ, ઉમેશ યાદવ અને હનુમા વિહારીએ 2-2 વિકેટ લીધી હતી.
માર્ક્સ હેરિસને હનુમા વિહારીએ 70 રનને સ્કૉરે આઉટ કર્યો હતો. ઇશાન્ત શર્માએ ટીમ ઇન્ડિયાને ચોથી વિકેટ અપાવતા પીટર હેન્ડસ્કૉમ્બને 7 રને આઉટ કર્યો હતો. પર્થના મેદાન પર ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટીમ પેને ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે, જ્યારે ભારતેને બૉલિંગ કરવા આમત્રણ આપ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, ભારત એડિલેડ ટેસ્ટમાં મેળવેલી જીત બાદ ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં 1-0થી આગળ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement