શોધખોળ કરો
Advertisement
IND vs BAN: પ્રથમ ટેસ્ટમાં ભારતનો ઈનિંગ અને 130 રનથી વિજય, શમીની 4 વિકેટ
આ અગાઉ ટીમ ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગ 493 રનના સ્કોર પર ડિક્લેર કરી હતી.
નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બીજી ઈનિંગમાં બાંગ્લાદેશની ટીમ 213 રનમાં ઓલઆઉટ થઈ જતાં ભારતનો એક ઈનિંગ અને 130 રનથી વિજય થયો હતો. ટીમ ઈન્ડિયા તરફથી બીજી ઈનિંગમાં શમીએ 31 રનમાં 4, અશ્વિને 42 રનમાં 3 વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશ તરફથી બીજી ઈનિંગમાં મુશફિકર રહીમે 43 અને કેપ્ટન મોમીનુલ હકે 37 રન બનાવ્યા હતા. મેચ દરમિયાન જાડેજા એક પણ વિકેટ લઈ શક્યો નહોતો.
આ અગાઉ ટીમ ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગ 493 રનના સ્કોર પર ડિક્લેર કરી હતી. આ સાથે ટીમ ઇન્ડિયાને 343 રનની લીડ મળી હતી. ભારત તરફથી પ્રથમ ઈનિંગમાં મયંક અગ્રવાલે 243 રનની શાનદાર ઈનિંગ રમી હતી. રહાણેએ 86 અને પૂજારાએ 54 રન બનાવ્યા હતા. જાડેજા 60 રને અણનમ રહ્યો હતો. બાંગ્લાદેશ પ્રથમ ઈનિંગમાં 150 રનમાં ઓલઆઉટ થયું હતું. શમીએ પ્રથમ ઈનિંગમાં 3, અશ્વિન, ઉમેશ યાદવ અને ઈશાંત શર્માને 2-2 સફળતા મળી હતી.India seal a thumping innings victory!
Another excellent display from India's bowlers and it's Mohammed Shami who has starred with figures of 4/31, while Ravichandran Ashwin took three. Six Test wins on the bounce for ???????? #INDvBAN SCORECARD ➡️ https://t.co/nlVspWfXXL pic.twitter.com/uW3WuQhyNC — ICC (@ICC) November 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement