શોધખોળ કરો
Advertisement
ટી-20:બાંગ્લાદેશ સામે ટીમ ઇન્ડિયાનો આઠ વિકેટથી વિજય, રોહિતના આક્રમક 85 રન
બીજી મેચમાં ટીમ ઇન્ડિયાએ કોઇ ફેરફાર કર્યો નથી.
રાજકોટઃ કેપ્ટન રોહિત શર્માના આક્રમક 85 રનની ઇનિંગની મદદથી ટીમ ઇન્ડિયાનો બાંગ્લાદેશ સામે બીજી ટી-20 મેચમાં આઠ વિકેટથી વિજય થયો હતો. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ ત્રણ ટી-20 મેચની સીરિઝમાં 1-1થી બરાબરી કરી લીધી હતી.
આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરનાર બાંગ્લાદેશની ટીમે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવી 153 રન બનાવ્યા હતા જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ 15.4 ઓવરમાં બે વિકેટ ગુમાવી 154 રન બનાવી મેચ જીતી લીધી હતી. શિખર ધવન અને રોહિતે શાનદાર શરુઆત અપાવતા 10.1 ઓવરમાં 118 રનની ભાગીદારી નોંધાવી હતી. ધવન 27 બોલમાં 31 રને આઉટ થયો હતો. શ્રેયસ ઐયર 13 બોલમાં 24 અને રાહુલ 11 બોલમાં 8 રન બનાવી અણનમ રહ્યા હતા.
આ અગાઉ બાંગ્લાદેશના લિટન દાસ અને મોહમ્મદ નઇમની ઓપનિંગ જોડીએ શાનદાર શરૂઆત અપાવી હતી. બંન્ને સાથે મલીને પ્રથમ વિકેટ માટે 60 રન બનાવ્યા હતા. લિટન દાસને બે વખત જીવનદાન મળ્યું હતું પરંતુ આઠમી ઓવરમાં પંતે તેને રનઆઉટ કરી પેવેલિયન ભેગો કર્યો હતો. લિટન દાસ 29 રન બનાવી આઉટ થયો હતો.
બાદમાં સુંદરે મોહમ્મદ નઇમને આઉટ કરી ભારતને બીજી સફળતા અપાવી હતી. મોહમ્મદ નઇમ 36 રન બનાવી આઉટ થયો. મુશ્ફિકુર રહીમ યુઝવેન્દ્ર ચહલનો શિકાર બન્યો હતો. તે ફક્ત ચાર રન બનાવી શક્યો હતો. ત્યારબાદ ચહલે સૌમ્ય સરકારને 30 રને આઉટ કરી ટીમને ચોથી સફળતા અપાવી હતી.ભારત તરફથી ચહલે બે અને વોશિંગ્ટન સુંદર, દીપક ચહર, અને ખલીલ અહમદે એક-એક વિકેટ ઝડપી હતી.આ અગાઉ ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement