શોધખોળ કરો
બાંગ્લાદેશ સામે મેચ અગાઉ ટીમ ઈન્ડિયાને ઝટકો, રોહિત શર્મા નેટ પ્રેક્ટિસ દરમિયાન થયો ઈજાગ્રસ્ત
વિરાટ કોહલીની અનુપસ્થિતિમાં રોહિત ત્રણ મેચોની ટી-20 સીરિઝમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ કરશે. બાંગ્લાદેશ વિરુદ્ધ 3 નવેમ્બરે પ્રથમ ટી-20 મેચ રમાવાની છે.

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશ સામે રમાનારી ટી20 મેચ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. આ સીરિઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ સંભાળી રહેલા કેપ્ટન રોહિત શર્મા શુક્રવારે પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થઈ ગયો છે. થ્રોડાઉન કરતી વખતે બોલ ડાબા પગમાં વાગતા પ્રેક્ટિસ સેશન છોડીને જવું પડ્યું હતું. રોહિતને નેટ પ્રેક્ટિસ દરમિયાન કેટલાક થ્રોડાઉન બાદ એક ફાસ્ટ બોલ ડાબા પગની જાંઘ પર વાગતા ઇજા પહોંચી છે. હાલમાં રોહિત સારવાર લઈ રહ્યો છે અને તે તેના બાદ નેટ સેશનમાં પાછો ઉતર્યો નહોતો. વિરાટ કોહલીની અનુપસ્થિતિમાં રોહિત ત્રણ મેચોની ટી-20 સીરિઝમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ કરશે. બાંગ્લાદેશ વિરુદ્ધ 3 નવેમ્બરે પ્રથમ ટી-20 મેચ રમાવાની છે.
વધુ વાંચો





















