(Source: ECI/ABP News/ABP Majha)
India vs England, 3rd Test: ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટના બીજા જ દિવસે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 10 વિકેટથી હરાવી દીધું છે.
LIVE
Background
અમદાવાદમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ રોમાંચક મોડ પર આવી ગઈ છે. ઈંગ્લેન્ડે શાનદાર વાપસી કરતા ભારતને તેની પ્રથમ ઈનિંગમાં 145 રન પર ઓલઆઉટ કરી દીધું હતું.
પ્રથમ દિવસ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે જબરદસ્ત ફોર્મ બતાવતા 99 રન બનાવ્યા હતા, જોકે આ દરમિયાન ભારતીય ટીમે ત્રણ વિકેટ પણ ગુમાવી દીધી હતી, જેમાં ઓપનર શુભમન ગીલ 11 રન, ચેતેશ્વર પુજારા 0 રન અને કેપ્ટન વિરાટ કોહલી 27 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.
પ્રથમ દિવસે ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લિશ ટીમની શરૂઆત ખરાબ રહી અને પ્રથમ દિવસે જ 112 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતીય સ્પીનરોએ તરખાટ મચાવતા અક્ષર પટેલ અને અશ્વિને ઘાતક બૉલિંગ કરી હતી.
ભારતીય લેફ્ટ આર્મ સ્પીનર અક્ષર પટેલે તરખાટ મચાવતા 38 રન આપીને 6 વિકેટ ઝડપી, આ ઉપરાંત ઓફ સ્પીનર આર.અશ્વિને 26 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. એટલુ જ નહીં ભારતીય ટીમે પણ પ્રથમ દિવસે 3 વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં સ્પીનર જેક લીચે બે વિકેટો ઝડપી હતી.