સાઉથમ્પટનઃ ભારત અને યજમાન ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ ઈનિંગમાં 246 રને ઓલ આઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી સૈમ કુરેને સૌથી વધારે 78 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ઇંગ્લેન્ડે એકસમયે 36 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. અલી 40 રન બનાવી આઉટ થયો હતો. બેન સ્ટોક્સ 23, બટલર 21 રન, જેનિંગ્સ શૂન્ય રને આઉટ થયો હતો. એલિસ્ટર કુક 17 રને આઉટ થયો હતો. રૂટ 4 રને ઇશાંત શર્માનો શિકાર બન્યો હતો. ભારત પ્રથમ બે ટેસ્ટ હારી ગયું હતું પરંતુ નોટિંઘમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ઐતિહાસિક જીત મેળવી હતી. ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
2/3
ચોથી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમઃ એલિસ્ટર કૂક, જેનિંગ્સ, જો રૂટ, જોની બેયર્સ્ટો, બેન સ્ટોક્સ, જોસ બટલર, મોઇન અલી, સેમ કરન, આદિલ રશીદ, ક્રિસ બ્રૉડ અને જેમ્સ એન્ડરસન.